નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરૂ યૂનિવર્સિટીના વિદ્યીર્થી શરજીલ ઇમામ વિરૂદ્ધ અનલોફુલ એક્ટિવિટી (પ્રિવેંશન) એક્ટ (UAPA) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેના વિરુદ્ધ દેશ દ્રોહ અને દંગા ભડકાવવાના કેસ નોંધાયા છે, જેને લઇને ક્રાઇમ બ્રાંચ અદાલતમાં આરોપપત્ર પણ દાખલ કર્યો છે.
JNUનો વિદ્યાર્થી શરજીલ ઇમામ હાલ જેલમાં છે. બુધવારના રોજ દિલ્હી પોલીસએ ક્રાઇમ બ્રાંચએ તેના વિરુદ્ધ UAPA દ્વારા કાર્યવાહી કરી હતી.
શરજીલ ઇમામે જામિયામાં ડિસેમ્બરમાં જામિયામાં એક ભાષણ આપ્યું હતું, આ ભાષણમાં આસામને ભારતમાંથી અલગ કરવાની વાત કરી હતી. ત્યારબાદ જામિયા બહાર દંગાની શરૂઆત થઇ હતી, જેમાં પોલીસ પર પથ્થરમારો અને અનેક ગાડિયોમાં આગ લગાવવામાં આવી હતી.
આ ઘટના બાદ ઇમામ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચે તેના વિરૂદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધ્યો હતો. તેને બિહારથી પકડવામાં આવ્યો હતો. શરજીલ ઇમામ વિરૂદ્ધ 5 રાજ્યોમાં દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યા છે. જામિયા હિંસા મામલામાં શરજીલ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.
જ્યારે તેના વિરુદ્ધ આસામમાં આતંકરોધી કાનુન માટે કેસ નોંધવામાં આવ્યો છે. ઇમામે આસામને પૂર્વ ભારતથી અલગ કરવાની ધમકી આપી હતી.