નવી દિલ્હી: 12 મેના રોજ હાઈકોર્ટે ઝફરુલ ઇસ્લામની ધરપકડ પર વચગાળાના સ્થાયી મંજૂરી આપી હતી. 12 જૂનના રોજ કોર્ટે દિલ્હી પોલીસને ઝફરુલ ઇસ્લામની પૂછપરછ કરવાની છૂટ આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ દ્વારા ઝફરુલ ઇસ્લામની પૂછપરછ કરવામાં આવી હતી. ગત 4 જૂને હાઈકોર્ટમાં ઝફરુલ ઇસ્લામ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન દિલ્હી સરકારે હાઈકોર્ટને કહ્યું હતું કે, ઝફરુલ ઇસ્લામે તેનો જવાબ આપી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીએ ઝફરુલ ઇસ્લામના ફેસબુકના પોસ્ટનો ઉલ્લેખ કરીને આયોગના અધ્યક્ષ પદ પરથી ઝફરુલ ઇસ્લામને હટાવવા માટે હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે હતું કે, ફેસબુક પોસ્ટ દ્વારા હિન્દુ સમુદાય વિરુદ્ધ ભડકાઉ અને ધમકીભરી ટિપ્પણી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઝફરુલની આ ટિપ્પણી બંને ધર્મો વચ્ચે વિવાદ ઉભો કરવાના હેતુથી કરવામાં આવી હતી. આ ટિપ્પણી એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારત કોરોના જેવા વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ઝફરુલ ઇસ્લામની દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ પદનો કાર્યકાળ ગત 14 જુલાઈએ સમાપ્ત થયો હતો.
દિલ્હી હાઈકોર્ટે વિવાદિત પોસ્ટ કેસમાં લઘુમતી પંચના પૂર્વ અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામના આગોતરા જામીન મંજૂર કર્યા - હાઈકોર્ટમાં ઝફરુલ ઇસ્લામ સંબંધિત કેસની સુનાવણી
દિલ્હી હાઈકોર્ટે વિવાદિત પોસ્ટ કેસમાં દાખલ FIRમાં દિલ્હી લઘુમતી પંચના પૂર્વ અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામના આગોતરા જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ મનોજ ઓહરીની બેંચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી આગોતરા જામીન આપવાનો આદેશ આપ્યો છે.