વિદેશ સચિવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આંતકવાદના પકડારોનો સામનો કરવાનો પણ ઉલ્લેખ પણ કર્યો હતો. આ વિશેની જાણકારી વિજય ગોખલેએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન આપી હતી. વિદેશ સચિવે કહ્યું કે, બંને નેતાઓ વચ્ચે આશરે 30 થી 45 મીનિટ સુધી વાતચીત થઈ હતી.
તેમણે કહ્યું કે, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ જવાબ આપ્યો કે, અમે પાકિસ્તાનની સાથે વાતચીત કરવાથી પાછળ નથી હટી રહ્યાં, પરંતુ વાતચીત પહેલા અમે એવું ઇચ્છે છીએ કે, પાકિસ્તાન તે પહેલા કોઈ યોગ્ય પગલાં ભરે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના તરફથી આ માટે કોઈ પ્રયત્ન નથી કરવામાં આવી રહ્યો.