ETV Bharat / bharat

કોવિડ-19ના સમયમાં સ્થળાંતરિતોને બળજબરીથી પરત મોકલવાની કાર્યવાહી બંધ કરવી જોઇએઃ UN - કોરોના વાયરસ

યુનાઇટેડ નેશન્સ નેટવર્કે રાષ્ટ્રોને ગ્લોબલ કોમ્પેક્ટ ફોર માઇગ્રેશનના એવાન્સ ઓબ્જેક્ટિવ-12નું પાલન કરીને સ્થળાંતરિતોને પરાણે પરત મોકલવાની પ્રક્રિયા બંધ કરવાનો અને તેમના માનવ હક્કોનું જતન કરવાનો અનુરોધ કર્યો છે.

યુનાઇટેડ નેશન્સ નેટવર્કે
કોવિડ-19ના સમયમાં સ્થળાંતરિતોને બળજબરીથી પરત મોકલવાની કાર્યવાહી બંધ કરવી જોઇએઃ UN
author img

By

Published : May 19, 2020, 12:44 PM IST

હૈદરાબાદ : યુનાઇટેડ નેશન્સ નેટવર્ક ઓન માઇગ્રેશને રાષ્ટ્રોને સ્થળાંતરિતોના આરોગ્ય તથા સમુદાયોનું રક્ષણ કરવાના હેતુથી તેમને બળજબરીપૂર્વક પરત મોકલવાની કાર્યવાહી બંધ કરવાની અને તમામ સ્થળાંતરિતોના માનવ હક્કોની જાળવણી કરવાની અપીલ કરી હતી.

તેણે જણાવ્યું હતું કે, જ્યારે કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે કામચલાઉ રીતે સરહદો બંધ કરી દેવી અને ગતિવિધિ પરનાં નિયંત્રણો જરૂરી જણાય, ત્યારે આ પગલાંનો અમલ ભેદભાવ રાખ્યા વિના તથા જનતાના આરોગ્યનો હેતુ સિદ્ધ થાય તે રીતે કરવો જોઇએ. આ રીતે સરહદો બંધ કરવાની કાર્યવાહી સમયે આરોગ્યના પ્રોટોકોલ્સ તથા મૂળભૂત હક્કોની બાંયધરીની પ્રક્રિયા હંમેશા ધ્યાનમાં રાખવાં જોઇએ.

યુનાઇટેડ નેશન્સ નેટવર્ક ઓન મિટિગેશને વર્તમાન મહામારીની અસરો વર્ણવતાં જણાવ્યું હતું કે, સ્થળાંતરિતોને બળજબરીપૂર્વક પરત મોકલવાથી સ્થળાંતરિતો સ્વયં, જાહેર અધિકારીઓ, હેલ્થ વર્કર્સ, સામાજિક કાર્યકરો તેમજ યજમાન અને મૂળ સમુદાયો, આમ સૌના જાહેર આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઇ શકે છે. બળજબરીપૂર્વક પરત મોકલવાથી વતનના દેશ પર વધારાનું દબાણ સર્જાય છે. ઘણી આરોગ્ય સેવાઓ પહેલેથી જ દબાણ હેઠળ છે અને પરત ફરનારાઓ તથા તેમના સમુદાયોનું રક્ષણ કરવાની ક્ષમતાનો અભાવ ધરાવે છે. વળી, તેમના આગમન સમયે ટેસ્ટિંગ કરવું, તેમને ક્વોરન્ટાઇન કરવા, સેલ્ફ-આઇસોલેશનનાં પગલાં અનુસરવાં વગેરે સહિતનાં, પરિવારની એક્તાનું જતન કરતા અને બાળકોનું હિત સુનિશ્ચિત કરતાં પગલાંઓ હાથ ધરવામાં આવતાં નથી.

ઘણી સરકારોએ સ્થળાંતરિતોને કોવિડ-19 સામેના તેમના સામૂહિક પ્રતિસાદના ભાગ તરીકે સામેલ થાય તે સુનિશ્ચિત કરવા માટે સકારાત્મક દ્રષ્ટાંતો પ્રસ્થાપિત કર્યાં છે. જેમાં, ફરજીયાતપણે પરત મોકલવાની પ્રક્રિયાને કામચલાઉ ધોરણે રદ કરવી અને વિઝા અને વર્ક પરમિટ લંબાવવી, કામચલાઉ ધોરણે રહેઠાણની વ્યવસ્થા કરી આપવી તથા લોકોને ઇમિગ્રેશન ડિટેન્શનમાંથી છૂટકારો આપવો અને દેશમાંથી જાકારો આપવાને બદલે સમુદાયમાં તેમના માટે નોન-કસ્ટોડિયલ વૈકલ્પિક વસવાટની સુવિધા પૂરી પાડવાનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.