નવી દિલ્હીઃ રક્ષા ઉત્પાદનમાં મેક ઈન ઈન્ડિયાને વેગ આપવા માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું હતું કે, રક્ષા ઉત્પાદનમાં FDIની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવશે. જ્યારે અમુક શસ્ત્રો અને પ્લેટફોર્મના આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, કેટલાક આયાત કરેલા ભાગોનું સ્વદેશીકરણ કરવામાં આવશે. સ્થાનિક મૂડી ખરીદી માટે બજેટમાં અલગથી જોગવાઈ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આનાથી આયાત બિલમાં ઘટાડો થશે.