ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં હાલ વરસાદની મૌસમમાં રોગોનું પ્રમાણ જોવા મળે છે. ત્યારે વહેતુ નાક, છીંક આવવી કે ઉધરસ આવવી, આ તમામ કારણો ચિંતા જગાવવા માટે પુરતા છે.તાવના સામાન્ય સંકેતથી લોકોને કોવિડ-19 થવાની શંકા જાગે છે. આપણામાના મોટાભાગના લોકોને આશ્ચર્ય સાથે થતુ હોય છે કે શુ આપણે ખરેખર કોરોના માટે પરીક્ષણ કરાવવુ જોઇએ?ભારતમાં ચોમાસુ આવી રહ્યુ છે તેમ તેમ રોગચાળો વધી રહ્યો છે. જેના કારણે ઋતુગત ફેરફાર અને અસર થઇ રહી છે.
વરસાદ દરમિયાન સામાન્ય શરદી અને તાવ જાણે મહેમાનની જેમ આવે છે. પણ આ સમયે કોરોના વાયરસે લોકોના નાકમાં દમ કરી દીધુ છે. તેમ છંતાય, ઘણા સમાન લક્ષણો છે. નિષ્ણાંત તબીબો માને છે કે તંદુરસ્ત લોકોમાં 3 થી ચાર દિવસમાં કોરોનાથી થતા તાવને શોધવાનું સરળ છે. જો વધારે જોખમ ધરાવતા વ્યક્તિને વધારે પ્રમાણમાં શરદી અને તાવના લક્ષણ જણાય તો તબીબોની સલાહ લેવી જોઇએ.
સામાન્ય શરદી એ સૌથી સામાન્ય ઋતુગત બિમારી છે અને તે રાયનોવાયરસ જેવા વિવિધ વાયરસના ચેપ લાગવાથી થાય છે. પ્રારભિક લક્ષણો બાદ તે તે શરુ થાય છે. જો કે તેનો કોઇ દવાઓ ઇલાજ નથી પણ ,આપણી રોગપ્રતિકારક શક્તિ ચેપ સામે લડવા માટે સક્ષમ હોય છે.
તાવ એક ઋતુગત શ્વાસથી ફેલાતી બિમારી છે. વાયરસના સંપર્કમાં આવ્યા પછીના એકથી ચાર દિવસ પછી લક્ષણો દેખાય છે. મોટાભાગના લોકોમાં ચેપ પાંચથી સાત દિવસની અંદર પ્રવેશ કરે છે. તાવ ધરાવતા લોકો માટે પુરતો આરામ અને પ્રવાહીનું સેવન ફાયદાકારક છે. ગંભીર લક્ષણોવાળાઓ માટે ઓવર ધ કાઉન્ટર દવાઓ સુચવવામાં આવે છે. તો થોડા ટકા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે.
કોવિડ 19ના લક્ષણો એકથી 14 દિવસમાં દેખા દે છે. કેટલાંક તારણો અનુસાર 95 ટકા દર્દીઓમાં 11 દિવસ બાદ કોવિડ-19ના લક્ષણો જોવા મળે છે. અંદાજે 85 ટકા દર્દીઓને કોઇ ગંભીર મુશ્કેલી જો જોવા મળતી નથી. તો બાકીના 15 ટકાઓને જરૂરી તબીબી માર્ગદર્શનની જરુર છે. અને તે 15 ટકા પૈકી પાંચ ટકા દર્દીઓને આઇસીયુ અથવા સઘન સારવાર માટે રાખવા પડે છે. કોરોના વાયરસ શ્વસન તંત્ર પર અસર કરે છે. જો ડાયાબીટીશ અને કેન્સરની બિમારી ઘરાવતા લોકોને શરૂઆતમાં જ યોગ્ય સારવાર ન મળે તો કોરોના વાયરસનો ચેપ મોટું નુકશાન સાબિત થઇ શકે તેમ છે.
નિષ્ણાંત ફીઝીશીયન ડો. એમ વી રાવ કહે છે કે કોરોના અને તાવ બંને સરખા લક્ષણો ધરાવે છે. તાવના લક્ષણોમાં દર્દી 101 ડીગ્રીથી વધારે તાવનો અનુભવ કરતો હોય છે. પણ કોરોનામાં આ ઉપરાંત, દર્દી ખુશ્બુ અને સ્વાદ લેવાનું ,કોરોના વાયરસથી બંધ થઇ જાય છે. તો દર્દી અતિશય તાવની ફરિયાદ નોંધાવે છે. ખાસ કરીને ફેફસાની, હદયના રોગ, ડાયાબીટીશ , કેન્સર અને 10 વર્ષથી નીચેના બાળકોને સૌથી વધારે ચેપ લાગવાની સંભાવના રહે છે. આ લોકોને સામાન્ય લક્ષણોમાં તબીબી માર્ગદર્શનની જરૂર હોય છે.
પબ્લિક હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના ડાયરેક્ટર ડો. જી નિવાસ રાવે કહ્યુ કે તેલંગાણાં દર મહિને આશરે 15 હજારથી 20 હજાર જેટલા શ્વસન ચેપને લગતા કેસ નોંધાઇ છે. આ સંખ્યા સામાન્ય સંજોગોમાં જુન અને ફેબ્રુઆરીની વચ્ચે વધારે હોય છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકાર તૈયાર છે. ખાસને તબીબ ક્ષેત્ર સાથે સંકળાયેલા આરોગ્ય કાર્યકરો પહેલાથી શ્વાસથી પિડીત લોકોની વિગતો એકત્ર કરી રહ્યા છે. જો કે કોરોના વિશે લોકોમાં જાગૃતિ વધવાના કારણે સર્જીકલ ફેસ માસ્કનો ઉપયોગ વધ્યો છે અને હરીકતમાં માસ્ક હવામાં ફેલાયેલા વાયરસથી થતી બિમારીને ફેલાતી અટકાવે છે. આ મહિને તેલંગાણામાં શ્વસન બિમારીના માત્ર 6,000 કેસ નોંધાયા છે.