ભોપાલઃ સોમવારે મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારે બહુમતિ સાબિત કરવી પડશે. આ અંગે રાજ્યપાલ લાલજી ટંડને સરકારને પત્ર લખ્યો છે.
રાજ્યપાલે આદેશ આપતાં કહ્યું કે, મધ્ય પ્રદેશ વિધાનસભાનું સત્ર 16 માર્ચ, 2020ના રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે અને મારા અભિભાષણ બાદ તાત્કાલિક વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવું પડશે. વિશ્વાસ મત વિભાજનના આધારે બટન દબાવીને જ થશે અન્ય કોઈ રીતે નહીં.
મુખ્યપ્રધાન કમલનાથે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે રાજ્યપાલને મળ્યાં હતાં. રાજ્યપાલે મુખ્યપ્રધાનને નિર્દેશ આપ્યો કે, સોમવારે ગૃહમાં બહુમતિ સાબિત કરવા વોટિંગ કરાવવામાં આવશે.
મહત્વનું છે કે, આ અગાઉ શનિવારે સાંજે પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, વિરોધ પક્ષના નેતા ગોપાલ ભાર્ગવ સહિત અન્ય ભાજપ નેતાઓએ રાજ્યપાલને મળીને બજેટ સત્ર અગાઉ ફ્લોર ટેસ્ટની માગ કરી હતી.