ગુવાહાટીઃ આસામમાં પૂર સ્થિતિ યથાવત છે. સતત વરસી રહેલા વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે. જળસપાટી ભયજનક સ્તરે પહોંચી છે. જેથી નદીમાં પૂર આવવાના કારણે 21 જિલ્લામાં જળબંબાકાર બન્યા છે. 16,54,984 લોકો પ્રભાવિત થયા છે.આ વચ્ચે મૃત્યુઆંક 107 પહોંચ્યો છે.
રાજ્યમાં કેટલાંક જિલ્લાઓમાં NDRFની ટીમને તૈનાત કરી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ અસરગ્રસ્ત ગામડાઓને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.ઘેમાજી, લખમીપુર, ચરાઈદેવ, વિશ્વનાથ, ચિરાંગ અને તિનસુકિયા જિલ્લાની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે. પૂરમાં 91,89,995 હેક્ટર જમીન ખેતીમાં ડૂબી ગઈ છે.
કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં બ્રહ્મપુત્ર અને તેની સહાયત નદીઓમાં પાણી પ્રવેશ કરી ચૂક્યાં છે. જેમાં પાર્કનો 80 ટકા ભાગ ડૂબી ગયો છે. અત્યારસુધી નેશનલ પાર્કમાં પૂરથી 108 પ્રાણીઓના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે અન્ય પ્રાણીઓના જીવ બચાવી લેવાયા છે.
- દરભંગામાં લોકોના જીવ જોખમમાં
દરભંગા જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોએ ભારત-નેપાળની સીમા તરફ જતા રસ્તા NH 527B પર શરણ લઈ રહ્યાં છે. હાલ સ્થાનિકો પ્લાસ્ટિક શીટ પર અને વાંસની મદદથી ઝૂંપડી બનાવીને રહેવા મજબૂર થયા છે.
- પૂરમાં પીડિતોને નથી મળી રહી સરાકરી રાહત
બિહાર મોતીહારીના પૂર્વી ચંપારણ જિલ્લામાં આવેલી પ્રલયકારી પૂરના કારણે હજારો લોકોના બેઘર થયા છે. જેના કારણ લોકો રોડ પર રહેવા ઝૂંપડી બાંધીને રહેવા મજબૂર થયા છે. હાલ, બિહારમાં એવી પરિસ્થિતિ છે કે, લોકોને સુરક્ષિત જગ્યા મેળવવી અઘરું સાબિત થઈ રહ્યું છે.
નોંધનીય છે કે, સુગૌલી પ્રખંડ અને સુકુલ પાકડ પંચાયત સ્થિત ઘુમની ટોલા પાસેની સિકરહના નદીનું પાણી લોકો માટે જીવ જોખમ બન્યું છે. સ્થાનિકોએ પોતાનો જીવ બચાવવા માટે રસ્તાઓ પર શરણ લઈ રહ્યાં છે. તેમ છતાં અત્યાર સુધી પૂર પીડિતો સુધી કોઈ સરકારી રાહત આપવામાં આવી નથી.