ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં સરકારી બાબુઓ અઠવાડિયામાં માત્ર 5 દિવસ જ કામ કરશે - મહારાષ્ટ્રમાં સરકારી નોકરી કરનાર લોકોને હવે સપ્તાહમાં માત્ર 5 દિવસ જ કામ કરવું પડશે

મહારાષ્ટ્ર સરકારે રાજયના સરકારી કર્મચારીને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા કહ્યું કે, હવે સપ્તાહમાં 5 દિવસ કામ કરવાનું રહેશે. આ આદેશ 29 ફેબ્રુઆરીના રોજ કાર્યાલયમાં અમલી થશે. આ સાથે રાજ્ય સરકારે 19 ફેબ્રુઆરીથી કૉલેજમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરવાનો પણ નિર્ણય લીધો છે.

maha
મહારાષ્ટ્ર
author img

By

Published : Feb 12, 2020, 7:48 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે સરકારી કર્મચારીઓને રજાની ભેટ આપી છે. મહારાષ્ટ્રમાં સરકારી નોકરી કરનાર લોકોને હવે સપ્તાહમાં માત્ર 5 દિવસ જ કામ કરવું પડશે. આ નિર્ણય મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ આદેશ 29 ફેબ્રુઆરીથી લાગુ થશે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી કરાયેલા વાયદા પ્રમાણે સરકારી કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસ રજાની જાહેરાત કરાઈ છે. હાલ મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે રજા આપવામાં આવે છે. હવે દર શનિવાર અને રવિવારે સરકારી કર્મચારીને રજા રહેશે.

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લીધોંછે. આ સાથે કેબિનેટ બેઠકમાં વધુ એક નિર્ણયની જાણકારી મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ઉદય સામંતે આપી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરાકારે 19 ફેબ્રુઆરીથી કોલેજમાં રાષ્ટ્રગીત ફરજિયાત કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર હેઠળ અંદાજે 20 લાખથી વધુ અધિકારી અને કર્મચારી કામ કરે છે. આ સાથે મંત્રીમંડળે એ પણ કહ્યું કે, રાજ્ય સરકારે ઓબીસી, એસીબીસી(સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ) વીજેએનટી અને વિશેષ પછાત વર્ગો વિભાગ હવે 'બહુજન કલ્યાણ વિભાગ' તરીકે ઓળખાશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.