ETV Bharat / bharat

આજે નીતીશ કેબિનેટના પ્રધાનો સાથે યોજાશે પહેલી બેઠક

આજે (મંગળવારે) 11:30 કલાકે બિહારના 37માં મુખ્યપ્રધાન તેમના પ્રધાનો સાથે બેઠકનું આયોજન કરશે. નીતીશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વિધાનસભાના વિશેષ સત્ર પર મહોર લાગશે. સુત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભાનું સત્ર 23 નવેમ્બરે શરૂ થઇ શકે છે.

author img

By

Published : Nov 17, 2020, 8:28 AM IST

cabinet meeting
cabinet meeting
  • મુખ્ય પ્રધાન નીતીશ કુમારની અધ્યક્ષતામાં પ્રધાનો સાથે બેઠક યોજાશે
  • નીતીશ કુમાર બિહારના 37માં મુખ્ય પ્રધાન બન્યા
  • વિધાનસભાના આગામી સત્ર અંગે થઇ શકે છે ચર્ચા

પટના (બિહાર): મુખ્ય પ્રધાન નીતીશ કુમારની અધ્યક્ષતામાં આજે સવારે 11:30 કલાકે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વિધાનસભાના વિશેષ સત્ર પર મહોર લાગશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિધાનસભાનું સત્ર 23 નવેમ્બરથી શરૂ થઇ શકે છે. આ સત્રમાં રાજ્યપાલ પ્રોટેમ સ્પીકર નામાંકિત કરશે. જે બાદમાં પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવશે. આ માટે વિધાનસભા સચિવાલયે સંપૂર્ણ તૈયારી કરી છે.

સોમવારે મુખ્ય પ્રધાને લીધા હતા શપથ

સોમવારે નીતીશ કુમારે બિહારના 37માં મુખ્ય પ્રધાનના રૂપમાં શપથ લીધા હતા. આ સાથે જ તેઓ એક્શનમોડમાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે સપથ લેનારા દરેક પ્રધાનો સાથે તેમણે બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. જે બેઠક આજે શરૂ થશે. સોમાવારે શપથ સમારોહમાં નીતીશ કુમાર સિવાય જેડીયુ કોટના પાંચ, ભાજપ કોટાના 7, હમ અને વીઆઇપી કોટાના એક-એક ધારાસભ્યોએ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા.

ક્યા ધારાસભ્ય બન્યા પ્રધાનો..?

સોમવારે સાંજે 4:30 કલાકે રાજભવનમાં આયોજીત શપથ ગ્રહણ સમારોહમાં નીતીશ કુમાર સહિત કુલ 15 પ્રધાનોએ શપથ લીધા હતા. નીતીશ કુમારના પ્રધાન મંડળમાં તાર કિશોર પ્રસાદ, રેણુ દેવી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ, મુકેશ સહની, વિજય ચૌધરી, અશોક ચૌધરી, મેવાલાલ ચૌધરી, શીલા કુમારી, સંતોષ કુમાર સુમન, મંગલ પાંડે, જીવેશ કુમાર મિશ્રા, અમરેંદ્ર પ્રતાપ, રામપ્રીત પાસવાન અને રામસૂરત રાય સામેલ છે. આ બધા પ્રધાનો આજે મુખ્ય પ્રધાન સાથેની બેઠકમાં હાજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.