છત્તીસગઢ: છત્તીસગઢના રાયગઢમાં ખારસીયા સ્ટેશન ચોક પાસે આવેલી પોસ્ટ ઓફિસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર ફાઈટરે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીઘો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
રાયગઢ જિલ્લાના ખારસીયા સ્ટેશન ચોક ખાતે સોમવારે મોડીરાતે જૂની પોસ્ટ ઓફિસ અને કેટલીક દુકાનોમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટાફ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ફાયર બ્રિગેડની સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર બ્રિગેડની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. પોસ્ટ ઓફિસની બાજુમાં એક અનાજની દુકાન અને વેરહાઉસ હતું. તેની આસપાસ ઘણા વાહનો પણ પણ હતા, પરંતુ પોલીસ અને લોકોની સુજબુજને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ આગથી થયેલા નુકસાનની આકારણી કરાઈ નથી. તેમજ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ હજૂ અકબંધ છે.