કોલકત્તા: મધ્ય કોલકત્તાના રાજાબાઝારના ઝૂંપડપટ્ટીમાં ભારે આગ લાગી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ બપોરના 2 કલાકે લાગી છે. ઘટના સ્થળ પર ફાયર ફાઈટરની 12 ગાડીઓ આગ બુઝાવવાનું કામ કરી રહી છે.
આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાને પગલે વિસ્તારમાં ટ્રાફિક ખોરવાયો હતો. વાહનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.