મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુબંઈના જોગેશ્વરી વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમને આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી છે. મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી.
આ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે સાત ફાયર વિભાગની ટીમ ઉપસ્થિત છે. આઘ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.