મુંબઈઃ મહારાષ્ટ્રના બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર ટીમ સાથે 8 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે, સવારે 3 વાગ્યે બોરીવલી વિસ્તારમાં ટોડ્ડીમાં એક 3 માળની ઈમારતમાં આગ લાગી હતી. આ અંગેની જાણ ફાયર ટીમની થતાં ફાયર ફાયટર ટીમ 8 ગાડી સાથે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં જરૂર પડતાં 5 પાણીની ટેન્કર પણ બોલવવામાં આવી હતી.
આ ઘટનામાં ફાયર ટીમ આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે, હજુ સુધી જાનહાનીના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.