પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ઉત્તર પૂર્વીય દિલ્હીના લોકસભા સાંસદ મનોજ તિવારી કરાવલ નગર વિધાનસભામાં આયોજીત ગાંધી સંકલ્પ યાત્રામાં સામેલ થયા હતા. આ યાત્રા પશ્ચિમ કરાવલ નગર 28 ફૂટથી શરૂ થઈ તક્મીપુર શનિ બજાર થઈ પુષ્પાંજલિ સ્કૂલની સામે સમાપ્ત થવાની હતી. ભાજપ સાંસદ મનોજ તિવારી પણ આ યાત્રામાં સામેલ હતા.આ યાત્રા દરમિયાન અમુક અસામાજીક ત્તત્વો દ્વારા મનોજ તિવારી પર ફટાકડો ફેક્યો આ દરમિયાન બાજુમાં ઊભેલા નેતાના કપડા પણ થોડા સળગી ગયા. જેને લઈ આજૂબાજુમાં અફરાતફરીનો માહલો સર્જાઈ ગયો હતો.

મીડિયા સહપ્રભારી આનંદ ત્રિવેદીની ફરિયાદને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખજૂરી ખાસ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
મનોજ તિવારીની સુરક્ષામાં વધારો થઈ શકે છે.
સાંસદ મનોજ તિવારી પર સળગતો ફટાકડો ફેક્યા બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. આ ઘટના બાદ પોલીસ મનોજ તિવારીની સુરક્ષાને લઈ કોચ જોખમ લેવા ન માગતી હોય તેમ તેમની સુરક્ષામાં વધારો કરી શકે છે.જો કે, હાલમાં તેમની સાથે કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પોલીસ અને પોતાની સુરક્ષા યુનિટ સાથે રહેશે.