જયપુરઃ યોગ ગુરુ રામદેવને કોરોના વાઈરસની દવા 'કોરોનિલ'ના ક્લિનિકલ ટ્રાયલ અંગે ઘણી મુશ્કેલી વધી રહ્યું છે. પહેલા જ્યાં જયપુરના ગાંધીનગરમાં પોલીસ સ્ટેશનમાં RTI એક્ટીવીસ્ટ ડૉ સંજીવ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી અને હવે વકીલ બલરામ જાખડ અને અંકિત કપૂરે જ્યોતિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કોરોનાની 'કોરોનિલ'ની દવાની જાહેરાત કરનાર બાબા રામદેવ અને નિમ્સના ડૉ બલબીર સિંહ તોમર, આચાર્ય બાલકૃષ્ણ, ડૉ અનુરાગ તોમર, અને અનુરાગ વાર્ણયના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં વકીલ બલરામ જાખડે આરોપ લગાવ્યો છે કે, નિમ્સમાં દાખલ નોર્મલ દર્દીઓ પર રીસર્ચ કરાયો હતો અને નિમ્સ યુનિવર્સિટીના સહયોગથી કોવિડ-19ની દવા બનાવી હતી.
ફરિયાદમાં બલરામ જાખડના જણાવ્યાનુસાર, વર્તમાન કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારે કોવિડ-19ને વૈશ્વિક મહામારીને જાહેર કરી છે. જેને લઈને વિવિધ સૂચનાઓ જાહેર કરવામાં આવે છે. જે હેઠળ કોવડ-19ની સારવાર સંબંધિત ક્વોરેન્ટાઈન સેન્ટર બનવવામાં આવે છે. જેમાં સંક્રમિત દર્દીને 14 દિવસ સુધી અતિ ગંભીર દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
સામાન્ય રીતે કોવિડ-19ની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા 5થી 7 દિવસ લાગે છે, ત્યારે લોકો રુપિયા કમાવવાની લાલચમાં ગણતરીના દવિસોમાં આ જીવલેણ રોગના નિદાનની ખુલ્લેઆમ જાહેરાત કરી રહ્યાં છે. પતંજલિ યોગપીઠ દ્વારા પણ આવું જ થઈ રહ્યું છે. જેમાં બાબા રામદેવ, નેશનલ મેડિકલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાઈન્સ, જયપુરના ડૉક્ટર બલવીર સિંહ તોમર, દિવ્યા ફાર્મસીના નિર્દેશક બાલકૃષ્ણ અને અનુરાગ વાર્ણયએ ષડયંત્ર કરીને યોજનાબદ્ધ રીતે 23 જૂને પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. જેમાં તેમણે કોવિડ-19ની દવા 'કોરોનિલ'બનાવી હોવાનો દાવો કર્યો છે. જેનું 100 ટકા પરિણામ મળે છે અને 3થી 7 દિવસથી અંદર દર્દી કોરોના મુક્ત થાય છે.
નિમ્સ મેડિકલ કોલેજના ડૉક્ટર બલવીર સિંહ તોમર અને ડૉ અનુરાગ તોમરની દેખરેખ હેઠળ ક્લિનિકલ ટ્રાયલ દ્વારા ચોક્કસ પદ્ધતિ અનુસાર તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું.
પતંજલિ દ્વારા 'કોરોનિલ'ની જાહેરાત કર્યા બાદ આયુષમંત્રાલયે ગણતરીના કલાકોમાં તેની જાહેરાતને અટકાવી હતી. તેમજ જણાવ્યું હતું કે, આ દવા સંબંધિત કોઈ પણ પ્રકારની પરવાનગી આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. ના તો કોઈ પણ પ્રકારના ટ્રાયલ કરવાની મંજૂરી આપી છે. જેથી વકીલ બલવીર જાખડે માગ કરી છે કે, પતંજલિ દ્વારા લોકોને છેતરવા માટે નકલી ડૉક્યુમેન્ટ બનાવીને રિપોર્ટ તૈયાર કર્યો છે. જેથી લોકોનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. એટલે નિમયનું ઉલ્લંઘન કરીને પોતાનું માર્કેટિંગ કરતી સંસ્થા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.