ETV Bharat / bharat

ભેપાલમાં 64 વિદેશી જમાતીઓ વિરુદ્ધ ફરિયાદ - કોરોના વાયરસની સારવાર

પોલીસને સહયોગ નહીં કરવા અને લોકડાઉનનો ભંગ કરવાના ગુનામાં ભોપાલની પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનોમાં તબલીઘી જમાતમાં ભાગ લેનારા 64 વિદેશી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ સાથે જ પોલીસે 10 ભારતીય નાગરિકો અને તેમને મદદ કરનારા 13 વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે.

ETV BHARAT
ભેપાલઃ 64 વિદેશી જમાતીઓ વિરુદ્ધ ફરિયાદ
author img

By

Published : Apr 10, 2020, 5:23 PM IST

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પોલીસે તબલીઘી જમાતમાં ભાગ લેનારા 64 વિદેશી નાગરિક અને 10 ભારતીય નાગરિક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને કેસ દાખલ કર્યો છે. સાથે જ પોલીસે આરોપીની મદદ કરનારા અન્ય 13 લોકો વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. વિદેશી નાગરિકો વિરૂદ્ધ વિઝાના ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવા અંગે જણાવ્યું છે.

આના પર સરકારના આદેશો અને વિઝાનું ઉલ્લંઘન કરવા સાથે જ આપત્તિ વ્યવસ્થાપન ધારામાં કલમ 13, 14 અને વિદેશી બાબતો અધિનિયમ 1964 હેઠળ એશબાગ, મંગલવારા, શ્યામલા હિલ્સ, પિપલાની અને તલૈયા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિદેશથી આવેલા આ જમાતીઓએ ભોપાલ પહોંચીને સ્થાનિક પોલીસને કોઈ પ્રકારની જાણકારી નહોતી આપી. આ સાથે જ લોકડાઉન દરમિયાન સરકારાના આદેશોનું પણ પાલન કર્યું નહોતું.

વિઝા નિયમનું કર્યું ઉલ્લંઘન

આ લોકોએ વિઝાનું પણ ઉલ્લંઘન કર્યું છે. પોલીસ હવે ટૂંક સમયમાં એમની ધરપકડ કરશે. મળતી માહિતી મુજબ જે જમાતીઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમાં સંક્રમિત દર્દી પણ સામેલ છે.

300થી વધુ ક્વોરેન્ટાઇન

મળતી માહિતી મુજબ આ જમાતી 300 લોકોના સંપર્કમાં આવ્યા હતા. આ તમામ 300 લોકોને ક્વોરેન્ટાઈ કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.