ETV Bharat / bharat

બિહારઃ નિર્મલા સીતારમણે ભાજપનું ઘોષણાપત્ર કર્યુ જાહેર, કોરોના રસી મફતમાં આપશે

author img

By

Published : Oct 22, 2020, 5:54 PM IST

દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભારતીય જનતા પાર્ટીનું ઘોષણા પત્ર જાહેર કર્યુ હતું. આ અંગે બિહારના કૃષિપ્રધાન પ્રેમકુમારે જણાવ્યું હતું કે, આ ઘોષણાપત્ર રાજ્યની 6 લાખ 25 હજાર જનતાના સૂચનો પર આધારિત છે. આટલી મોટી સંખ્યામાં લોકોએ મિસ્ડ કૉલ દ્વારા પોતાના સૂચનો આપ્યા છે.

ભાજપે ઘોષણાપત્ર કર્યુ જાહેર, કોરોના રસી મફતમાં આપશે

  • 6 લાખ 25 હજાર લોકોના સૂચનના આધારે બન્યું ઘોષણાપત્ર
  • બિહારીઓને મળશે નિ:શુલ્ક કોરોના રસી
  • ભાજપના અનેક મોટા નેતાઓ રહ્યા ઉપસ્થિત

પટના (બિહાર): નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં 5 સૂત્રો, એક લક્ષ્ય, અને 11 સંકલ્પોનો ઉલ્લેખ છે. ભાજપે તેને બિહારના વિકાસ માટેના વિઝન ડોક્યુમેન્ટ તરીકે દર્શાવ્યું છે.

બિહારના વિકાસની વાત

ઘોષણાપત્રમાં બિહારના વિકાસની વાત કરી 5 વર્ષમાં 5 લાખ રોજગાર આપવાનું વચન આપ્યું છે. આ સાથે જ એક કરોડ મહિલાઓને સ્વાવલંબી બનાવવાનો પણ સંકલ્પ લીધો છે. આ ઘોષણાપત્રમાં અનેક જનકલ્યાણકારી યોજનાઓ સામેલ છે.

19 લાખ રોજગારની તકો ઉભી થશે

આ સિવાય ભાજપના ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પક્ષ દ્વારા 19 લાખ રોજગારની તકો ઉભી કરવામાં આવશે. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને, રસી આવતા જ દરેક બિહારીને નિ:શુલ્ક કોરોના રસી આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ત્રણ લાખ નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. આ દરમિયાન કૃષિપ્રધાન પ્રેમ કુમારે જણાવ્યું કે ઘોષણાપત્ર રાજ્યની 6 લાખ 25 હજાર જનતાના સૂચનો પરથી બન્યું છે. આટલી મોટી સંખ્યામાં લોકોએ મિસ્ડ કોલ દ્વારા તેમના સૂચનો આપ્યા છે.

આ કાર્યક્રમ દરમિયાન બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડૉ.સંજય જયસ્વાલ સહિત ઘણા મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બીજા પક્ષઓ પહેલેથી જ જાહેર કરી દીધું છે ઘોષણાપત્ર

જણાવી દઈએ કે અન્ય રાજકીય પક્ષોએ પોતાનું ઘોષણાપત્ર પહેલેથી જ જાહેર કરી દીધું છે. જેડીયુએ સાત નિશ્ચયો ભાગ -2 દ્વારા તેનું ઘોષણાપત્ર જાહેર કર્યુ. એનડીએથી અલગ થયેલી લોજપાએ તેના 'બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ' વિઝન ડોક્યુમેન્ટ હેઠળ ઘોષણાપત્ર જાહેર કર્યુ હતું.

મહાગઠબંધને પણ જાહેર કર્યુ ઘોષણાપત્ર

કોંગ્રેસે પણ બુધવારે પણ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યુ હતું. આ અગાઉ મહાગઠબંધને પણ તેમનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત લડી રહેલી પુષ્પમ પ્રિયા ચૌધરીની પાર્ટી 'ધ પ્લુરલ્સ' એ પણ 8 મુદ્દાઓને આધારે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.