ભારતની વાયુસેનાનું ફાઈટર જેટ સુખોઈ SU-30ને અકસ્માત નડયો છે. બે પાયલટ આ વિમાનને ઉડાવી રહ્યા હતાં. દુર્ઘટના સર્જાતા બંનેએ સમય સુચકતા વાપરી વિમાનની બહાર નીકળી ગયા હતાં. આ ઘટના આસામના તેજપુર વિસ્તારમાં સર્જાઈ હતી. હાલમાં આ વિમાન કેમ દુર્ઘટનાનું શિકાર બન્યુ તે જાણી શકાયુ નથી. પરંતુ આ ઘટનાની કોર્ટ ઓફ ઈન્કવાયરી કરાશે. તપાસ પછી આ દુર્ઘટનાનું સાચુ કારણ જાણી શકાશે.

