ETV Bharat / bharat

બિહાર વિધાનસભા ચૂંટણીઃ ત્રીજા અને અંતિમ તબક્કામાં 78 સીટો પર આજે મતદાન, કુલ 1204 ઉમેદવારો મેદાનમાં - બિહાર ચૂંટણી

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે શનિવારે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં 15 જિલ્લાની 78 વિધાનસભાની સીટો પર મતદાન થશે. જે માટે તમામ તૈયારીઓ પુરી કરવામાં આવી છે. શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે.

ત્રીજા અને અંતિમ તબક્કામાં 78 સીટો પર આજે મતદાન

author img

By

Published : Nov 7, 2020, 6:57 AM IST

  • બિહાર વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન
  • ત્રીજા અને અંતિમ તબક્કામાં 78 સીટો પર મતદાન
  • સવારે 7 વાગ્યે શરૂ થશે મતદાન

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન શનિવારે સવારે 7 વાગ્યાથી શરૂ થશે. આ તબક્કામાં 15 જિલ્લાની 78 વિધાનસભા બેઠકો માટે મતદાન કરવામાં આવશે. ચાર વિધાનસભામત વિસ્તારોમાં સવારે 7 થી સાંજના 4 સુધી અને બાકીના 74 વિધાનસભા મત વિસ્તારોમાં સવારે 7 થી સાંજના 6 સુધી મતદાન યોજાશે. આ તબક્કામાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે.

પશ્ચિમ ચંપારણના વાલ્મીકિનગર, રાજનગર અને સહરસા તેમજ બખ્તિયારપુર, મહિષીમાં સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઇવીએમ સાથે મતદાન કરનારા પક્ષો તમામ બૂથ પર પહોંચી ગયા છે.

તમામ બૂથ પર ઈવીએમનો ઉપયોગ કરાશે

ત્રીજા તબક્કાની ચૂંટણી માટે તમામ 33 હજાર 782 બૂથ પર ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે 33 હજાર 782 નિયંત્રણ એકમો અને સમાન વીવીપીએટીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પંચની સૂચનાથી તમામ બૂથો પર અર્ધલશ્કરી દળને ગોઠવવામાં આવશે. તેમજ સુરક્ષાને લઈને ત્રિસ્તરીય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદાન દરમિયાન હેલિકોપ્ટર દ્વારા હવાઇ સમીક્ષા પણ કરવામાં આવશે.

  • મતદાનના ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન માટે કુલ 33783 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે
  • મતદાર ક્ષેત્રમાં કુલ 1503 ચેક પોસ્ટ્સ બનાવવામાં આવ્યા છે
  • 2810 મતદાન મથકોથી લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે
  • 18594 પોસ્ટલ બેલેટ્સ જારી કરવામાં આવે છે
  • ત્રીજા અને અંતિમ તબક્કાના કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. જેના ભાગ્યનો ફેંસલો 2 કરોડ 33 લાખ 55 હજાર મતદારો નક્કી કરશે

ત્રીજા તબક્કામાં પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરારિયા, મધેપુરા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, સહર્ષ, દરભંગા, મુઝફ્ફરપુર, વૈશાલી અને સમસ્તીપુર જિલ્લાઓની 78 બેઠકો છે.

કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે

આ તબક્કાની 78 બેઠકો પર મહાગઠબંધનમાંથી આરજેડી સૌથી વધુ 46 બેઠકો પર ચૂંટણી મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસ પાસે 25 બેઠકો પર ઉમેદવારો છે. આ ઉપરાંત મહાગઠબંધનના સહયોગીઓમાં સીપીઆઈએ પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને સીપીઆઈએ બે બેઠકો પર તેના સાથી પક્ષોને ઉતાર્યા છે.

જેડીયુના 37 ઉમેદવારોનું ભાવિ દાવ પર

એનડીએની વાત કરીએ તો આ તબક્કામા સૌથી વધુ જેડીયૂના 37 ઉમ્મેદવારો છે, તેમજ બિજેપીના 35 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત આ તબક્કામાં પપ્પૂ યાદવ પણ છે.

બેઠકનું સમીકરણ

ત્રીજા તબક્કાની ચૂંટણીમાં જે 78 બેઠકોમાં ચૂંટણી થઈ રહી છે, તેમાં સૌથી વધારે સીટો પર નીતિશ કુમારની પાર્ટી જેડીયુનો કબજો છે. 2015માં મહાગઠબંધન સાથે જેડીયુએ 31 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 23 સીટોમાં જીત મેળવી હતી. જ્યારે આરજેડીએ 30 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા હતા.જેમાં 20 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસે આ તબક્કાની 17 માંથી 11 બેઠકો જીતી હતી. એનડીએની વાત કરીએ તો ભાજપને 54 માંથી 20 બેઠકો મળી હતી. આ તબક્કામાં એલજેપીએ પણ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તેમનું ખાતું પણ ખોલ્યું ન હતું. આ સિવાય અન્યએ ત્રણ બેઠકો જીતી હતી અને સીપીઆઇ માલેએ એક બેઠક જીતી હતી.

આ દિગ્ગજોની કિસ્મતનો આજે ફેંસલો

ત્રીજા તબક્કામાં વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી સમસ્તીપુરના સરૈરંજનના ઉમેદવાર છે. આ સિવાય નીતીશ સરકારના આઠ પ્રધાનોનું ભાવિ પણ નક્કી થવાનું છે. જેમાં સુપૌલથી ઉર્જા પ્રધાન વિજેન્દ્ર પ્રસાદ યાદવ, બેનીપટ્ટીથી પ્રધાન વિનોદ નારાયણ ઝા, દરભંગાના બહાદુરપુરથી ખાદ્ય પ્રધાન મદન સાહની, મુઝફ્ફરપુરમાં સુરેશ શર્મા, રૂખૌલીથી લક્ષ્મેશ્વર રાય, આલમનગરથી નરેન્દ્ર નારાયણ યાદવ, સિમેશ્વરથી રમેશ ઋષિદેવનો અને કલ્યાણપુરથી મહેશ્વર હજારીના નામ છે.

આ ઉપરાંત અન્ય પ્રમુખ ઉમ્મેદવારોમાં કેવતીમાં આરજેડીના અબ્દુલ બારી સિદ્દીકી, બિહારિગંજમાં શરદ યાદવની પુત્રી સુભાશિની યાદવ, સહર્ષમાં પૂર્વ સાંસદ આનંદ મોહનની પત્ની લવલી આનંદ, મધેપુરામાં જેડીયુના નિખિલ મંડળ, નારકતીયાગંજમાં કોંગ્રેસના વિનય વર્મા, રામનગરમાં પૂર્વ પ્રધાન રાજેશ રામ છે. તેમજ AIMIMના પ્રદેશ અધ્યક્ષ અખ્તરુલ ઇમાન અને મધેપુરામાં પપ્પુ યાદવની પ્રતિષ્ઠા પણ દાવ પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.