ETV Bharat / bharat

ભાઈબીજ એટલે ભાઈ-બહેનનો સ્નેહ ભરેલો એક અનોખો તહેવાર - festival of bhai dooj

ન્યૂઝ ડેસ્ક: રક્ષાબંધનની જેમ જ દેશભરમાં ભાઇ બહેનના પરસ્પર પ્રેમ અને સ્નેહનું પ્રતિક ભાઇ બીજનો પર્વ ગણાય છે. જે દિવાળી પછી કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વિતીય તિથીના દિવસે મનાવવામાં આવે છે.કહેવાય છે ભાઇ દુજ હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર ભાઇ બહેનનો તહેવાર છે. એ જ કારણ છે કે ભાઇ બેહનના સબંધને પ્રેમની દોરથી મજબુત કરવા માટે આ તેહવાર ઇજવવામાં આવે છે.એ દિવસે બહેનના એમના ભાઇની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે અને એમની મંગળકામના કરતા એમના તિલક કરે છે.આ પરંપરા સદીઓથી ચાલી આવી છે.ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનું અને આ માન્યતા જ છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે જાણે કેટલા વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહેનની પવિત્ર જોડીનો.

ભાઈબીજ એટલે ભાઈ-બહેનનો સ્નેહ ભરેલો એક અનોખો તહેવાર
author img

By

Published : Oct 29, 2019, 6:01 AM IST

આજે આપણે વાત કરશું ભાઈ–બહેનના પવિત્ર પ્રેમને વરસાવતો તહેવાર એટલે કે ભાઇબીજ. ભાઈબીજ એ ભારતમાં સૌથી સુપ્રસિદ્ધ અને ભારતભરમાં ઉજવાતો તહેવાર છે. જેમાં બહેનો તેમના ભાઈઓ માટે દીર્ઘાયુ અને સમૃદ્ધ જીવનની પ્રાર્થના યમરાજ પાસે કરે છે. આ તહેવારને ભાઈબીજ, ભાઈદુજ, યમદ્વિતીયા અને તિલક તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાતી મહિના અનુસાર શરૂ થતાં વર્ષના પ્રથમ મહિનાના બીજા દિવસનું મહાપર્વ એટલે યમપર્વ ભાઇબીજ. જ્યાં મૃત્યુના દેવનો મહિમા યાદ કરવામાં આવે છે. ભાઈબીજ એટલે ભાઈબહેનના હૈયાના શુદ્ધ હેતનું સરનામું. ભાઈબીજના પર્વનું ધાર્મિક મહાત્મ્ય છે.આજે ભાઈબીજ એટલે કે યમદ્રિતીય, આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘરે ભોજન કરેલું અને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. બીજુ વરદાન એ આપ્યું હતું કે, આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. જે ભાઇઓ ભાઇબીજના દિવસે પોતાની બહેનને ત્યા જમશે તે નરકનું બારણૂ નહી જુએ. ભાઇ રોગી હોય,અથવા તો બહેનના ઘરે જવાનું ના જ બને તો આ ભાઇબીજની વાર્તાનુ સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલું જ ફળ મળે છે.આ દિવસે બહેન ભાઈને પોતાની ઘેર જમવા બોલાવે છે. ભાઈ બહેનના ઘરે જમવા જાય છે. ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે.

બેન નાની હોય કે મોટી પાસ હોય કે દૂર દિલથી માત્ર તેમના ભાઈની ખુશહાલીની કામના કરતી રહે છે. તેના આ પ્રેમ અને શ્રદ્ધાને ગાઢ કરે છે ભાઈબીજનો પર્વ.આ વર્ષે ભાઈ બીજનો તહેવાર 29 ઓક્ટોબરે છે. તેથી દરેક બેન ઈચ્છે છે કે તેમના ભાઈની ઉમ્ર સૌ વર્ષ હોય અને તે દરેક દુખથી દૂર રહે.ભાઇબીજ ભાઈ અને બહેન વચ્ચેના સુંદર સંબંધનું સ્મરણ કરે છે. આ તહેવાર દેશભરમાં ઘણી જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.