ચેન્નાઈ: સમાજના જે વિભાગને આપણે ટ્રાંસજેન્ડર કહીએ છીએ તે કોરોના સંકટમાં લોકોની સેવા કરી રહ્યા છે. સમાજે તેમને હવે સ્વીકારવા પડશે, કારણ કે તેઓ પણ આપણી સાથે આગળ વધી રહ્યા છે અને તેઓ પણ દેશ બદલી શકે તેવી શક્તિ ધરાવે છે.
કોરોના સંકટમાં સામાન્ય માણસોથી લઈને ખાસ લોકો સમાજની સેવામાં લાગ્યા છે. આ વિકટ પરિસ્થિતિમાં, પુરુષો, મહિલાઓ અને ટ્રાંસજેન્ડર્સ લોકોની મદદ કરી રહ્યા છે.
માલા નામના એક ટ્રાન્સજેન્ડરે જણાવ્યું હતું કે, તે પણ કોરોના યોદ્ધા છે અને જનતાએ પણ તેમને સ્વીકારી લીધી છે. તે આગળ કહે છે કે, લોકો તેમને જુદી નજરોથી જોવાની જગ્યાએ, લોકો હવે તેમને સમાજનો એક ભાગ માને છે.
તમિળનાડુ તિરુપતૂરમાં લોકડાઉનથી લોકોને થોડી રાહત મળી તો તેઓ રસ્તા પર ઉતરી આવ્યા. અહીં, ભીડ અને ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે ટ્રાન્સજેન્ડર સ્વયંસેવકો રાખવામાં આવ્યા હતા. લોકો તેની કાર્યક્ષમતા જોઇને આશ્ચર્યચકિત થયા હતા.
અહીં નવા રચિત જિલ્લાના મુખ્ય મથકના વ્યસ્ત જંકશન પર ટ્રાફિકને નિયંત્રિત કરવાની કામગીરી ટ્રાન્સજેન્ડરને સોંપવામાં આવી હતી. સાડી પહેરીને માળાનું સંપૂર્ણ ધ્યાન વાહન વ્યવહારને નિયંત્રિત કરવામાં હોય છે.
મોટા પ્રમાણમાં સમાજ દ્વારા આ વર્ગનો ભેદભાવ થતો હોય છે, છતાં ટ્રાન્સજેન્ડર ઉમદા કાર્ય કરવામાં માટે હમેંશા આગળ હોય છે. લોકડાઉનમાં તેમનું કાર્ય એક ઉત્તમ ઉદાહરણ છે. ટ્રાન્સજેન્ડર સોસાયટીઓ તેમના સંપૂર્ણ સમર્પણ સાથે લોકોની સેવામાં વ્યસ્ત છે.