ન્યૂઝડેસ્ક : 24 તારીખથી લોકડાઉન લાગુ થયું ત્યાર પછીના 12 દિવસમાં FCI રોજ સરેરાશ 1.41 લાખ મેટ્રિક ટન અનાજની હેરફેર કરી હતી. અગાઉ આ સરેરાશ માત્ર રોજની 0.8 લાખ મેટ્રિક ટનની હતી. આટલા દિવસોમાં કુલ 605 રેક્સ રવાના કરાઈ હતી, જેમાં કુલ 16.94 લાખ મેટ્રિક ટન અનાજ દેશભરમાં મોકલાયું હતું.
કુલ અનાજની ખરીદીમાંથી માત્ર પંજાબમાંથી 46% કરવામાં આવી હતી એટલે કે કુલ 7.73 લાખ મેટ્રિક ટન, જ્યારે બીજા નંબરે હરિયામાંથી 3.02 લાખ મેટ્રિક ટનની ખરીદી થઈ હતી. તે પછી તેલંગાણામાંથી (2.04 LMT) અને છત્તીસગઢમાંથી (1.15 LMT) અને ઓડિશા તથા આંધ્રમાંથી અનાજ મેળવાયું હતું.
વપરાશ કરનારા રાજ્યોમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં પુરવઠો મોકલાયો હતો, જે હતો 2.07 લાખ મેટ્રિક ટન. ત્યારબાદ બિહાર (1.96 LMT), પશ્ચિમ બંગાળ (1.65 LMT) અને કર્ણાટકનો (1.57 LMT)નો નંબર આવતો હતો.
ઈશાન ભારતની ખાસ કાળજી લઈને 1.4 લાખ મેટ્રિક ટન અનાજ ત્યાં આ સમયગાળામાં મોકલી દેવાયું હતું. FCIની કોશિશ રહી છે કે કોઈ પણ રાજ્યમાં અનાજની અછત ઊભી થવી જોઈએ નહિ. 4 એપ્રિલ, 2020ના રોજ FCI પાસે હજી પણ 55.47 મિલિયન મેટ્રિક ટનનો (31.23 MMT ચોખા અને 24.24 MMT ઘઉં)નો જથ્થો કેન્દ્રીય સ્તરે પડેલો છે.
નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (NFSA) હેઠળ નિયમિત આપવાનો થતો જથ્થો તથા પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) માટેનો જથ્થો પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે. FCI ઇ-ઑક્શન વિના સીધા જ ચોખા અને ઘઉં પૂરા પાડી રહ્યું છે. ઓપર માર્કેટની રીતે અનાજ આપવામાં આવી રહ્યું છે, જેથી પુરવઠો સતત જળવાઈ રહે.
ઘઉંનો લોટ તૈયાર કરવા તથા ઘઉં આધારિત બીજા ખાદ્ય પદાર્થો તૈયાર કરવા માટે પણ ઘઉંનો જથ્થો આપવામાં આવે છે. જિલ્લા કલેક્ટરના અંદાજ મુજબ પુરવઠો ફાળવવામાં આવે છે.
ચોખાનો જથ્થો રાજ્ય સરકારોને આપવામાં આવે છે, જેથી પોતાના તંત્ર મારફત તેનું વિતરણ કરી શકાય. FCI દ્વારા આ મૉડલ આધારે અત્યાર સુધીમાં 13 રાજ્યોને કુલ 1.38 લાખ મેટ્રિક ટન ઘઉં અને 8 રાજ્યોને કુલ 1.32 લાખ મેટ્રિક ટન ચોખા પૂરા પાડવામાં આવ્યા છે.