ઉત્તરપ્રદેશ: ફરુખાબાદમાં 20થી વધુ બાળકોને બંધક બનાવનાર સુભાષ બાથમની 1 વર્ષની બાળકી ગૌરી બાથમને કાનપુરના IG મોહિત અગ્રવાલ દત્તક લેશે. જેલમાંથી જામીન પર બહાર આવેલ સુભાષે પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીના નામે ગામના બાળકોને પોતાના ઘરે બોલાવ્યાં હતાં. બાળકોને મુક્ત કરાવવા માટે પહોંચેલી પોલીસ પર આરોપીએ ફાયરિંગ કરતા ૨ પોલીસકર્મી ઘાયલ થયા હતા.
આ ધર્ષણમાં સુભાષ બાથમ ઠાર માર્યો ગયો હતો. આ ઘર્ષણમાં ઓરોપીની પત્નીનું પણ મૃત્યું થયું હતું. અંતે 10 કલાકની જહેમત બાદ બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોલીસની ટીમને ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.