ETV Bharat / bharat

ખેડૂત આંદોલનનો આજે 56મો દિવસ, ખેડૂતો અને સરકાર વચ્ચે 10મી વખત બેઠક - ખેડૂત આંદોલન ન્યૂઝ

નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે 10મી વખત બેઠક યોજાશે. કેન્દ્રનું કહેવું છે કે બંન્ને પક્ષો બને તેટલો જલદી આ મુદ્દાનો હલ લાવવા માંગે છે, પરંતુ અલગ-અલગ વિચારધારાના લોકો હોવાથી વાર લાગી રહી છે. આજે ખેડૂત અને સરકાર વચ્ચે બપોરે 2 કલાકે બેઠક યોજાશે.

df
fd
author img

By

Published : Jan 20, 2021, 11:01 AM IST

  • ખેડૂતો અને સરકાર વચ્ચે થશે ફરી બેઠક
  • સરકાર કહે છે ખેડૂતોની હિતમાં છે કાયદા
  • ખેડૂત નેતા પોતાના હિસાબે સમાધાન ઇચ્છે છે

નવી દિલ્હી : નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે દશમી વખત બેઠક યોજાશે. કેન્દ્રનું કહેવું છે કે બંન્ને પક્ષો બને તેટલો જલદી આ મુદ્દાનો હલ લાવવા માંગે છે, પરંતુ અલગ-અલગ વિચારધારાના લોકો હોવાથી વાર લાગી રહી છે. આજે ખેડૂત અને સરકાર વચ્ચે બપોરે 2 કલાકે બેઠક યોજાશે.

કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં

સરકારે દાવો કર્યો છે કે નવા કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે જ્યારે પણ કોઇ સારુ કામ કરવામાં આવે ત્યારે તેમાં અડચણો તો આવતી જ હોય છે. સરકારે વધુમાં ઉમેર્યું કે આ મુદ્દે નિરાકરણ લાવવામાં એટલે વાર લાગે છે, કારણ કે ખેડૂત નેતા પોતાના હિસાબે સમાધાન ઇચ્છે છે.

સરકાર સમર્થિત લોકોને પ્રદર્શનકારીઓનો કરવો પડે છે સામનો

કેન્દ્રએ ત્રણ કૃષિ કાયદાને લઇને કહ્યું કે, સાર્વજનિક રુપથી સરકારના સમર્થનમાં રહેલા લોકોને વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂતાના આક્રમણનો સામનો કરી રહેલા સુપ્રીમ કોર્ટ દ્નારા રચાયેલી બેઠકના સદસ્યોએ મંગળવારે કહ્યું કે વિવિધ લોકો દ્વારા ચર્ચા દરમિયાન તે પોતાના વિચારો તથા વલણો અલગ રાખશે.

નોંધનીય બાબત છે કે, સુપ્રીમ કોર્ટે અગિયાર જાન્યુઆરીએ ચાર સભ્યોની સમિતિ બનાવી હતી, પરંતુ પ્રદર્શનકારી ખેડૂતોએ અમુક સદસ્યો દ્વારા પહેલા કૃષિ કાયદા પર આપેલા મત પર સવાલ ઉઠાવ્યા છે. તેના પછી સભ્ય ભૂપિંદર સિંહ માનએ પોતાને આનાથી અલગ કરી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.