નવી દિલ્હીઃ કોરોના વાઇરસને લીધે લૉકડાઉન વચ્ચે બિહારનો એક પરિવાર પોતાના ગામ પરત જવા માટે નાકળ્યો હતો. જ્યોરે પાલીસે તપાસ કરી ત્યારે પોલીસે કર્ફ્યૂ પાસ જોયો અને છેતરપિંડીનો ખુલાસો થયો હતો. આ પછી પોલીસે તેમની ધરપકડ કરી હતી અને આ બનાવટી કર્ફ્યૂ પાસ આપનારા વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છેેેે.
CPD સંજય ભાટિયાના જણાવ્યા મુજબ દેશબંધુ ગુપ્તા રોડ વિસ્તારમાં પોલીસ ટીમ ઇદગાહ પાસે વાહનોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન સિદ્ધિ પુરા ચોકીના પોલીસકર્મીઓએ તપાસ માટે વાહન અટકાવ્યું હતું. તેમાં 5 પુરુષો, એક મહિલા અને 2 બાળકો હતા. તે બિહારના મધુબનીનો રહેવાસી હતો. તેણે જણાવ્યું કે, તે સદર બજાર વિસ્તારમાં રહે છે. કોરોના વાઇરસને કારણે તે દિલ્હી છોડીને બિહારના તેમના ગામ જઈ રહ્યાં છે.
તેમની પાસેથી નકલી કર્ફ્યૂ પાસ મળ્યો
તેમની પાસેથી કર્ફ્યૂ પાસ મેળ્યો હતો. જે ઉત્તરીય જિલ્લા ડીસીપી કચેરીમાંથી જારી કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને આ બનાવટી મળી આવ્યો હતો. તેને બિહારના સીતામઠી પહોંચવાની મંજૂરી આપવામાં આવી હતી અને તે 24 એપ્રિલ સુધી માન્ય રહેશે. દેશબંધુ ગુપ્તા રોડ પોલીસ સ્ટેશનમાં FRI નોંધાઈ હતી અને આરોપીઓની ધરપકડ કરી જામીન મંજુર કરાયાં હતા. પૂછપરછ દરમિયાન વાહનના ચાલક મકસૂદ આલમે પોલીસને જણાવ્યું હતું કે, તેના કાકા મોહમ્મદ મુનીરને બિહારની મધુબની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને કારણે તેનો પુત્ર મોહમ્મદ ઇરશાદ બિહાર જવાની ઇચ્છા રાખતો હતો.
બનાવટી પાસ કરનારની તપાસ કરાશે
તેઓ કર્ફ્યૂ પાસ લેવા માટે સદર બજાર પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં તેમને DCP ઓફિસ જવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાં પણ તેને પાસ મળ્યો ન હતો. આ દરમિયાન તેને ઇર્શાદના ભત્રીજા સદ્દામે કહ્યું હતું કે, સૈયદ ફહિદ નામનો વ્યક્તિ તેમને પાસ મેળવી આપશે. જ્યાં ગયા તો તેમને એ પાસ મળ્ળો હતો. ઇરશાદે તેના મામા અનવર હુસેન સાથે વાહન બાધ્યું હતું અને તે કરફર્યૂ પાસ ડ્રાઇવર મકસુદ આલમના નામ પર હતો. હાલમાં પોલીસ અફીદની શોધખોળ કરી રહી છે.