મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો આજે સામે આવી ગયા છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની જોડી ફરી એક વાર સત્તામાં આવવા થનગની રહી છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ થતાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ચૂંટણી પૂર્વે શિવસેના સાથે જે રીતે નક્કી થયું હતું તે પ્રમાણે જ થશે. ગત ચૂંટણીમાં ભાજપને જો કે, 122 સીટ મળી હતી. જ્યારે આ વખતે 100ના આંકડે પહોંચતા ભાજપને પરસેવો છૂટી ગયો હતો. જો કે, ફડણવીસે કહ્યું હતું કે, 2014 કરતા અમારી સ્ટ્રાઈક રેટ સારી રહી છે. કારણ કે, ભાજપ ઓછી સીટ પર ચૂંટણી લડી હતી અને સારુ પરિણામ લાવી શક્યા છીએ.