નવી દિલ્હી: ફેસબુક તેના વિષયવસ્તુને તપાસવા માટે ટેકનોલોજીના ત્રણ પાસાઓ પર આધાર રાખે છે. જેથી તમે તમારી બાકીની એપ્લિકેશનોમાં તમારી સમીક્ષા પ્રક્રિયાને અમલમાં મૂકી શકો.
આપણે જે પ્રથમ પાસા વિશે વાત કરીશું તે છે પ્રોએક્ટિવ ડિટેક્શન (proactive detection) જેમાં આર્ટિફિશિયલ ઇનટેલિજેંસ (AI) દ્વારા કોઇ પણ કંટેન્ટને લઇ યૂઝર્સના રિપોર્ટ વગર જ વિભિન્ન ક્ષેત્રોમાં ઉલ્લંઘનોને શોધી શકે છે. તેના પરિણામો યૂઝર્સના રિપોર્ટ કરતાં પણ વધુ સચોટ છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે તે હાનિકારક વિષયને શોધવા માટે અમને મદદ કરે છે. સેંકડો અને હજારો લોકોને તેને જોવા માટે પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
ઓટોમેશન એ એક અન્ય પાસું છે, જ્યાં અમુક ક્ષેત્રો માટે AIના સ્વચાલિત નિર્ણયો હોય છે. જ્યાં સામગ્રી અથવા સામગ્રીના ઉલ્લંઘનની ઉચ્ચ સંભાવના હોય છે. ફેસબુકમાં ઇન્ટિગ્રેટીના પ્રોડક્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર જેફ કિંગે કહ્યું કે, ઓટોમેશનથી પહેલા રિપોર્ટ કરવામાં આવેલા કોઇ પણ વિષય સામગ્રી પર કાર્યવાહી કરવાનું કામ પણ આસાન થઇ જાય છે. આનાથી અમારી ટીમને એક વસ્તુની સમીક્ષા ઘણીવાર નથી કરવી પડતી, જેથી સમયનો બચાવ થાય છે.
કોવિડ-19 રોગચાળા દરમિયાન આ સિસ્ટમ વધુ મહત્વપૂર્ણ બની ગઇ છે. જ્યારે વિષય સમાગ્રીની સમીક્ષા કરતી અમારી ટીમ પોતપોતાના ઘરે રહીને કામ કરી રહી છે.
ત્રીજું પાસું પ્રાધાન્યતા છે. રિપોર્ટ કરવામાં આવેલા વિષય સામગ્રીઓને ફક્ત અનુક્રમિક રીતે જોવાને બદલે, AI તે વિષય સામગ્રીની સમીક્ષાને પ્રાધાન્ય આપે છે. ફેસબુક પર તેનો રિપોર્ટ કરવામાં આવે છે પછી પોતાની પ્રોટેક્ટિવ સિસ્ટમ દ્વારા શોધવામાં આવે છે.