ETV Bharat / bharat

એચસીક્યૂ પૂરવઠા શ્રૃંખલાનો ભાગ હોવાનું ગૌરવ છે: તરણજીત સંધુ

author img

By

Published : Apr 20, 2020, 5:51 PM IST

શનિવાર સાંજ સુધીમાં 7,34,00 કરતાં વધુ પૉઝિટિવ કેસો સાથે, અમેરિકા કોરોના વાઇરસ કેસોની સંખ્યા અને તેમને સંબંધિત મૃત્યુની સંખ્યાની દૃષ્ટિએ બધા દેશોને પાછળ છોડી દીધા છે. અમેરિકામાં 24 કલાકમાં લગભગ 1,900 મૃત્યુ સાથે પણ અમેરિકામાં હવે 38,800 મૃતકાંક નોંધાયો છે. અમેરિકીઓની જંગી બહુમતી પણ ઘર-વાસના આદેશ હેઠળ છે જે વિસ્તારાયો છે જેનાથી કેટલાંક ઓછા અસરગ્રસ્ત રાજ્યોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. આ રાજ્યોમાં લોકો મહામારીના કારણે ભારે આર્થિક કિંમત ચૂકવી રહ્યા છે. આ કટોકટીમાં ભારતીય-અમેરિકી સમુદાય અને પ્રવાસી નેટવર્કે ફસાયેલા ભારતીયો, ખાસ કરીને 2,00,00 વિદ્યાર્થીઓને રાહત સામગ્રી અને સહાય આપવા ભારતીય દૂતાવાસ અને એલચી કચેરી સાથે હાથ મેળવ્યા છે. અનેકે ભારતીયોને આશરો આપવા પોતાની હૉટલો ખુલ્લી મૂકી દીધી છે જ્યારે બીજા ખાદ્ય, દવા પૂરવઠો વગેરેની રીતે મદદ કરી રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુ સાથે આ સમુદાય વિશેની ચિંતાઓ અંગે વાત કરી. આ વિશેષ વાતચીતમાં, રાજદૂત સંધુએ ભારપૂર્વક કહ્યું કે ભારત અને અમેરિકા તબીબી મોરચે પણ નિકટથી સહકાર કરી રહ્યા છે અને કૉવિડ-19 સામે તેની લડાઈમાં મદદ માટે ભારત ટોચના ઉત્પાદક તરીકે હાઇડ્રૉક્સિક્લૉરોક્વિન (એચસીક્યૂ)નો પૂરો પાડવા સક્ષમ છે. ભારત અમેરિકા, જર્મની, અફઘાનિસ્તાન સહિત 50 કરતાં વધુ દેશોને મેલેરિયા વિરોધી દવા એચસીક્યૂ વ્યાવસાયિક અને માનવતાવાદી અનુદાન તરીકે પણ પૂરું પાડી રહ્યું છે. રાજદૂત સંધુએ ખાતરી આપી કે ભારતીયોના વિઝા સંબંધિત પ્રશ્નો પણ જોવાઈ રહ્યા છે અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા હેઠળ છે. અહીં વિશેષ સાક્ષાત્કાર પ્રસ્તુત છે.

a
તરણજીત સંધુ

પ્રશ્નઃ અમેરિકામાં વાસ્તવિક સ્થિતિ શું છે તેનું અમને ચિત્ર આપો અને વર્તમાન ઘર-વાસમાં તમે અને મિશન ભારતીય સમુદાયને કઈ રીતે મદદ કરી રહ્યા છો?

રાજદૂત તરણજીત સંધુઃ અમેરિકામાં જ્યાં સુધી સ્થિતિનો પ્રશ્ન છે, તમામ 50 રાજ્યોમાં કુલ 6.32 લાખ કેસો છે. તેમાંના 33 ટકા કેસો ન્યૂ યૉર્કમાં છે. અત્યારે 90 ટકા કરતા વધુ વસિત ઘર-વાસમાં છે. જ્યાં સુધી ભારતીયોનો પ્રશ્ન છે, કુલ 2,00,000 વિદ્યાર્થીઓ છે. 1,25,000 એચવનબી વિઝા ધારકો અને 6,00,000 ગ્રીન કાર્ડ ધારકો છે. ઉપરાંત, કેટલાક ટૂંકા ગાળાના મુલાકાતીઓ અને ઘણા પર્યટકો હંમેશાં હોય જ છે. અમારું દૂતાવાસ અને એલચી કચેરી પહેલા દિવસથી જ કાર્યરત છે. આજ સુધીમાં અમે દેશમાં મોટા ભાગના ભારતીય નાગરિકો સાથે સીધા સંપર્કમાં છીએ.

પ્રશ્નઃ અમેરિકામાં ફસાયેલા ભારતીયો- ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે તમે કઈ રીતે જોડાયેલા છો?

રાજદૂત તરણજીત સંધુઃ વિદ્યાર્થીઓ અને સમુદાયો સુધી પહોંચવાનો જ્યાં સુધી પ્રશ્ન છે, અમે સૉશિયલ મિડિયા- ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અમારી વેબસાઇટ જેવા બધા અલગ-અલગ મંચો પર ખૂબ જ સક્રિય ભૂમિકા નિભાવી છે. 11 માર્ચે જે દિવસે 'હૂ' (વિશ્વ આરોગ્ય સંસ્થા)એ તેને મહામારી જાહેર કરી, તે દિવસે અમે અમેરિકામાં તમામ પાંચ કચેરીઓ અને અમારા દૂતાવાસ (વૉશિંગ્ટન ડીસી)માં 24x7 હૅલ્પલાઇનો સ્થાપી. વિદ્યાર્થીઓ માટે અમે રોજ સવારે 11થી પાંચ દરમિયાન કામ કરતા વિશેષ મિત્રસમૂહ સહાયને સ્થાપ્યો છે અને તેના દ્વારા અમે 8,000 કડીઓ દ્વારા લગભગ 50,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવા સક્ષમ નિવડ્યા. ઉપરાંત, 11મી એપ્રિલે અમે ઇન્સ્ટાગ્રામ લાઇવ વાતચીત પણ કરી જેના દ્વારા અમે 25,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ સાથે જોડાવામાં અમે સફળ થયા. અમે વીસ જેટલી વિગતવાર સલાહો પણ જાહેર કરી. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ચોક્કસ સલાહ છે. અમે વિવિધ સમુદાયિક સંઘોના સંપર્કમાં પણ છીએ અને તેના દ્વારા અમે અમેરિકામાં મોટા ભાગના ભારતીય સમુદાયો સાથે જોડાઈ રહ્યા છીએ.

પ્રશ્નઃ અનેક ફસાયેલા ભારતીયો ઘરે પરત ફરવા માટે અનુરોધ કરી રહ્યા છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી કયા પ્રકારની તાત્કાલિક વિનંતીઓ તમને મળી રહી છે અને તમારી તેમને શું સલાહ છે? આ કટોકટી દરમિયાન સમુદાયિક નેટવર્ક દ્વારા કયા પ્રકારની સહાય આપી રહ્યા છો?

રાજદૂત તરણજીત સંધુઃ વિદ્યાર્થીઓને વિશેષ સહાયની રીતે, અમે સીધી સહાય આપી છે. પહેલાં તો, તબીબી સુવિધાઓ. સમુદાયિક ડૉક્ટર્સ દ્વારા અમે જ્યારે પણ અમારી સમક્ષ કોઈ આપાતકાલીન મુદ્દો ધ્યાનમાં મૂકવામાં આવ્યો, જેમ કે કૉલારાડોમાં એક વિદ્યાર્થી અને તેના પરિવારને આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, ત્યારે અમે તરત જ સ્થાનિક સત્તાવાળાઓનો સંપર્ક કર્યો અને ડૉક્ટરોની મદદથી તેમને સહાય કરી. આ જ રીતે જ્યારે નિવાસની સમસ્યા આવી તો અમે ઘણી યુનિવર્સિટીઓને ભારતીય વિદ્યાર્થીઓને વ્યક્તિગત રૂમમાં રહેવા દેવા સમજાવ્યા. વધુમાં, અમે ભારતીય-અમેરિકી હૉટલ માલિકોનો સંપર્ક કરવામાં સફળ રહ્યા. આ માલિકો ઘણા માયાળુ છે અને તેમણે ભારતીય સમુદાયોને, ખાસ કરીને વિદ્યાર્થીઓને ઉતારો આપ્યો છે. કેટલાકે ખોરાક માટે મદદ માગી, અમે સમુદાયિક સહાય દ્વારા તેમને ખોરાક પૂરો પાડવામાં સફળ રહ્યા. અમને તાત્કાલિક પરિસ્થિતિઓ વિશે પ્રશ્ન આવી રહ્યા છે, તેમના પરિવારના સભ્યો વિશે તપાસ કરવાનો. તમામ એલચી કચેરીઓ અને દૂતાવાસ તે કામ કરી રહ્યાં છે. અનેક ભારતીય-અમેરિકી સમુદાયના સભ્યો તેમાં અમને મદદ કરવા આગળ આવ્યા છે.

પ્રશ્નઃ વિઝા, ખાસ કરીને એચવનબી વિઝા કાર્ડ ધારકો વિશે ગંભીર ચિંતા છે. તમારી શું ટીપ્પણી છે?

રાજદૂત તરણજીત સંધુઃ વિઝા, ખાસ કરીને એચવનબી, જેવન, એફવન વિઝા વિશે ઘણી બધી રજૂઆતો છે. અમે અમેરિકી સત્તાવાળાઓ સાથે ગાઢ સંપર્કમાં છીએ. આ સતત બદલાતી પરિસ્થિતિ છે. જેમ પરિસ્થિતિ સ્થિર થશે, તેનો પણ હલ કરાશે. પરંતુ હું તમને વિનંતી કરીશ કે કૃપા કરીને અમારી સલાહો જુઓ. તે ઘણી જ સ્પષ્ટ છે. તે તમને કહેશે કે તમારે અમેરિકા તરફે તમારે કોનો સંપર્ક સાધવાની જરૂર છે અને તેમનો તમે વિઝા મોરચે કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે તરફ ધ્યાન દોરો.

પ્રશ્નઃ ગાઢ વ્યૂહાત્મક ભાગીદારો તરીકે ભારત અને અમેરિકા આજે કોરોના વાઇરસ સામેની લડતમાં કઈ રીતે સંકલન કરી રહ્યા છો?

રાજદૂત તરણજીત સંધુઃ કોરોના વાઇરસનાં સંદર્ભમાં અમેરિકા અને ભારત વચ્ચે સહકાર અને સહયોગની વિશાળ સંભાવના છે. બંને દેશો, ખાનગી ખેલાડીઓ તેમજ જાહેર સાહસોએ આ મહામારી કે જે આપણા બંને દેશોને જોખમમાં મૂકી રહ્યા છે તેની સામે લડવા માટે લાંબા ગાળાની રીતે સાથે કામ કરવાની જરૂર છે. બંને દેશોની ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને મેડિકલ કંપનીઓ વચ્ચે ગાઢ સંપર્કમાં છે. અમેરિકામાં હાઇડ્રૉક્સિક્લૉરોક્વિનની ખૂબ જ માગ છે. ભારત તેનું વિશ્વમાં સૌથી મોટું ઉત્પાદક છે. આપણને પૂરવઠા શ્રૃંખલાના ભાગ હોવાનો ગર્વ છે અને વિશ્વસનીય ભાગીદાર તરીકે આપણે સહકાર આપવાનું ચાલુ રાખીશું. વધુમાં ભારતીય કંપનીઓ ટેસ્ટિંગ કિટ, વેન્ટિલેટર, પીપીઇ કિટ વગેરે માટે અમેરિકાના સંપર્કમાં છે.

-સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.