નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં ભૂલો ફક્ત કેન્દ્ર સરકાર જ નહીં પરંતુ રાજ્ય સરકારથી પણ થઇ છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે તેમને અટકાવવી જોઇતી હતી.
પરંતુ કેન્દ્રએ પણ ઉતાવળમાં લોકડાઉન કરી નાખ્યું. આ દરમિયાન તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, શ્રમિકોને ભાષણ નહીં પરંતુ રાશનની જરૂર છે. કોરોના સંકટને લઇને સિંહાએ જણાવ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ચેતાવણી આપ્યા છતાં પણ ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે બેદરકારી છે.