ETV Bharat / bharat

બિહારી હોવાનું દર્દ સહન કરવું પડે છે, જુઓ અક્ષરા સિંહ સાથે EXCLUSIVE ચર્ચા... - ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ

પ્રખ્યાત ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અક્ષરા સિંહે ETV BHARAT સાથે એક્સક્લુસિવ ચર્ચા કરી છે. અક્ષરા એક ફિલ્મ શૂટિંગ માટે લોહરદગા પહોંચી છે. આ દરમિયાન તેમણે બિહાર ચૂંટણીને લઇને ઝારખંડ-બિહારના લોકોના સંઘર્ષ સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા કરી છે. તેમણે જણાવ્યું કે, એક બિહારી હોવાનો દર્દ ખૂબ સહન કરવો પડે છે. તેમણે બન્ને રાજ્યોની રાજનીતિ સાથે જોડાયેલા પ્રશ્નો અંગે પણ ખુલ્લા મને ચર્ચા કરી છે. જુઓ અક્ષરા સાથેની EXCLUSIVE ચર્ચા.

ETV BHARAT
બિહારી હોવાનું દર્દ સહન કરવું પડે છે, જુઓ અક્ષરા સિંહ સાથે EXCLUSIVE ચર્ચા
author img

By

Published : Oct 19, 2020, 8:37 PM IST

  • અક્ષરા સિંહેની ETV BHARAT સાથે એક્સક્લુઝિવ ચર્ચા
  • સારા પાત્રમાટે ખૂબ મહેનત કરવી પડે
  • ખૂદ પોતાના માટે સ્ટેન્ડ લેવાથી દુનિયા સલામ કરે
  • યુવાઓ માટે પરિસ્થિતિ બદલવાની જરૂર

લોહરદગાઃ હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં અભિનય કરી લોકોનું દિલ જીતનારી ફિલ્મ અભિનેત્રી અક્ષરા સિંહ સાથે ETV BHARATએ ખાસ ચર્ચા કરી છે. આ ચર્ચા દરમિયાન અક્ષરા સિંહે ખુલ્લા મને પોતાના અત્યાસુધીના સફર અંગે માહિતી આપી છે. અક્ષરા સિંહે સ્પષ્ટ કહ્યું કે, બિહારી હોવાનું દર્દ તો સહન કરવું જ પડે છે અને આ દર્દ તેમણે ખૂદ સહન કર્યું છે.

અક્ષરા સિંહે જણાવ્યું કે, તમે તમારા માટે નિર્ણય લેશો, તો દુનિયા તમારૂં સમ્માન કરશે. અક્ષરા સિંહે બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહિલા અભિનેત્રી હોવાના કારણે અત્યારસુધીના સફરમાં આવેલી મુશ્કેલી અંગે કહ્યું છે. આ દરમિયાન તેમણે ઘણી મહત્વપૂર્ણ વાતો પણ કરી છે. તેમણે જણાવ્યું કે, કેવી રીતે એક કલાકારનું જીવન સંઘર્ષથી ભરાયેલું હોય છે. અક્ષરા સિંહ લોહરદગામાં હિન્દી ફિલ્મ યુવાની શૂટિંગ માટે આવી છે. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ રમત અને ખેલાડીઓના સંઘર્ષ પર આધારિત છે.

બિહારી હોવાનું દર્દ સહન કરવું પડે છે, જુઓ અક્ષરા સિંહ સાથે EXCLUSIVE ચર્ચા

તમે શરમ રાખશો તો લોકો વાતો કરશેઃ અક્ષરા

અભિનેત્રી અક્ષરા સિંહે ETV BHARAT સાથેની ચર્ચામાં કહ્યું કે, ઝારખંડનું વાતાવરણ અને અહીંના પર્યટન સ્થળ સૂંદર છે. આવા સ્થળે કામ કરવું તેમને સારૂં લાગે છે. અહીંના પહાડ, નદી અને જંગલ આકર્ષિત કરે છે. ફિલ્મ શૂટિંગ માટે ઝારખંડનું વાતાવરણ ખૂબ સારૂં છે. 80-90ના દાયકામાં એક ફિલ્મ અભિનેત્રીએ ફિલ્મમાં કામ કરવું જેટલું જટીલ હતું, આજના સમયમાં એટલું સરળ થઇ ગયું છે. હવે ઘણા ફેરફાર થયા છે. એક અભિનેતાના બદલે એક અભિનેત્રીએ ખૂદને ફિલ્મ જગતમાં સ્થાપિત કરવું ખૂબ મુશ્કેલ છે. ઘણી મહેનત કરવી પડે છે. આકરી મહેનત બાદ તમને કામ મળે છે. આ ઉપરાંત એક સારા પાત્રમાટે ખૂબ વધુ મહેનત કરવી પડે છે.

યુવાઓ માટે પરિસ્થિતિ બદલવાની જરૂર

બિહારમાં રાજકીય ઘટનાક્રમ અને વિધાનસભા ચૂંટણીને લઇને અક્ષરા સિંહે કહ્યું કે, તે રાજનીતિ પર વધુ ટિપ્પણી કરવા માગતા નથી, પરંતુ એક યુવા હોવાના કારણે કહેવા માગીશ કે, યુવાઓ માટે પરિસ્થિતિ બદલવાની જરૂર છે. ખાસ કરીને શિક્ષા અને બીજી વસ્તુમાં બદલાવ ખૂબ જરૂરી છે.

લોકો જુદી રીતે જુએ છે

અક્ષરા સિંહે ખુલ્લા મને ચર્ચા કરતા જણાવ્યું કે, જ્યારે ઝારખંડ, યુપી અથવા બિહારની વાત આવે, તો જુદી રીતે જોવામાં આવે છે. ઘણા લોકો આનો શિકાર બને છે અને તે પણ આનો શિકાર બની છે. બિહારી હોવાનું દર્દ સહન કરવું પડે છે, પરંતુ આનાથી જરૂરી છે કે, અમે બિહાર અથવા નાના કોઈ સ્થળથી જઈને અમારું અસ્થિત્વ સ્થાપિત કરી શકીંએ. તમે ખૂદ તમારા માટે સ્ટેન્ડ લેશો, તો દુનિયા તમને સલામ કરશે. તમામ લોકોએ પોતાના માટે ઊભું થવું જોઈએ. વધારે બિહારી અને ઝારખંડિયોમાં મેં જોયું કે, અંદર એક પ્રકારનો ભય હોય છે, જે ખૂદને બિહારી અને ઝારખંડી હોવાનું કહેવામાં શરમાય છે. તમે જો ખૂદ પર શરમ કરશો, તો લોકો તમારા અંગે વધુ ચર્ચા કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.