ચંદીગઢ: ગુરુગ્રામથી દરભંગા તરફ સાયકલ પર પોતાના બિમાર પિતાને લઈ જનાર જ્યોતિ કુમારીની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. 15 વર્ષની આઠમાં વર્ગમાં ભણતી જ્યોતિ કુમારીએ પિતા સાથે ઘરે પહોંચવા માટે સાત દિવસ લાગ્યાં હતાં. જેમાં તેણે 1,200 કિ.મીની સાયકલ ચલાવી હતી.
ગ્રામ પંચાયત સહિત અનેક સંસ્થાઓએ જ્યોતિની હિંમતને સલામ કરી છે. આટલું જ નહીં ઇવાન્કા ટ્રમ્પે પણ ટ્વીટ કરીને જ્યોતિ કુમારીની પ્રશંસા કરી છે. સાયકલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ જ્યોતિને આવતા મહિને ટ્રાયલ માટે આમંત્રણ આપ્યું છે.
શનિવારે અહીં આ અંગેનો ખુલાસો કરતા ફેડરેશનના પ્રમુખ પરમિંદર સિંહ ઢીંડસાએ જણાવ્યું હતું કે, સાયકલિંગ ફેડરેશન દેશભરમાંથી આવી આવડત શોધે છે અને તેમને સંસ્થાઓમાં ભરતી કરે છે. ફેડરેશનના પ્રમુખ પરમિંદર સિંહ ઢીંડસાએ જણાવ્યું હતું કે, સરકાર જ્યોતિને દર મહિને 20000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપશે.