અમરાવતી: રશિયાથી ભારત ફરવા આવેલા માતા-પુત્રી ઓલિવિયા અને એસ્તેર કોરોનાના કારણે લાગેલા લોકડાઉનમાં આંધ્રપ્રદેશના તિરૂપતિમાં ફસાયા છે. તેમણે Etv ભારતના માધ્યમથી ઘરે પાછા ફરવા મદદની વિનંતી કરી છે.
ઓલિવિયા અને તેની પુત્રી એસ્તર 6 ફેબ્રુઆરીએ મંદિરોમાં દર્શન કરવા માટે ભારત આવ્યા હતા. જોકે કોરોનાના કારણે લાગેલા લોકડાઉન પછી તે પશ્ચિમ બંગાળમાં અટવાઈ ગયા છે. અનલોક પ્રક્રિયાની શરૂઆત સાથે એસ્તર તિરુમાલા પહોંચી હતી. જોકે કોરોના રોગચાળાને કારણે વિદેશી પ્રવાસીઓને હજી સુધી મંદીરમાં દર્શન કરવાની અનુમતી નથી મળી. જેના કારણે તે કેટલાક પૈસા સાથે તિરૂપતિમાં સમય વિતાવી રહી છે.
રશિયના લોકો વધુ ઉત્તર ભારતના વૃંદાવનમાં આવે છે, જ્યાં લોકડાઉનના કારણે એસ્તેરની માતા ઓલિવિયા વૃંદાવનમાં ફંસાઇ ગઇ છે અને તેની પુત્રી એસ્તેર તિરૂપતિમાં ફસાયેલી છે. માતા અને પુત્રી અજાણ્યા દેશમાં હજારો કિલોમીટર એક બીજીથી દુર ફસાયેલા છે.
એસ્તરે કહ્યું કે, તેની પાસે માત્ર હજાર રૂપિયા બાકી છે, તે મુશ્કેલીમાં છે. અત્યારે એક હોસ્ટેલ મેનેજરે તેમને કપિલ તીર્થમમાં આશ્રય આપ્યો છે. તે જીવન જીવવા માટે ફિઝિયોથેરાપી, પેઇન્ટિંગ અને મેકઅપ કરીને મહિનાઓથી થોડી કમાઇ કરી રહી છે. કોરોના દરમિયાન કોઈ તેમની મદદ કરવા તૈયાર નથી.
એસ્તેરે જણાવ્યું કે, છ મહિના પસાર થઈ ગયા છે. તે કોઈ રીતે તેનું પેટ ભરી રહી છે. વિદેશના ઘણા સામાજિક કાર્યકરોએ તેમને ફરીથી બોલાવવાની ખાતરી આપી છે. ટ્રાવેલ કંપની રશિયાની હવાઈ પ્રવાસ માટે ચૂકવણી કરવા તૈયાર છે. મૈરામ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે 25,000 રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી છે.
સ્થાનિક ધારાસભ્યએ કહ્યું કે, તે રશિયન યુવતીને તાત્કાલિક સહાય રૂપે 10,000 રૂપિયા પ્રદાન કરશે. તિરૂપતિ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીના પરિવારે એસ્તેરને મદદ કરી છે. અન્ય એક સરકારી અધિકારીએ 10,000 રૂપિયા સહાયની જાહેરાત કરી છે.