હૈદરાબાદઃ રામોજી ફિલ્મ સિટીમાં ETVની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવ, પરિવારના સભ્યો, કર્મચારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહેવા સાથે એક ભવ્ય અને આનંદની લાગણી હતી. ETV ચેનલના સીઈઓ બાપિનાઈડુ, ડિપાર્ટમેન્ટ ઓફ હેડ, RFCના મેનેજિંગ ડિરેક્ટર રામ મોહન રાવ અને વિજયેશ્વરી, ઈનાડુ (Eenadu)ના મેનેજિંગ ડિરેક્ટર કિરણ, માર્ગદર્સીના મેનેજિંગ ડિરેક્ટર સાઈલજા કિરણ, રામોજી રાવ પરિવારની ત્રીજી પેઢીના સભ્યો સહારી-રેશેસ, સોહાના-વિનય, બૃહતિ અને સુજય પણ ઉપસ્થિત રહ્યાં હતા. રામોજી રાવના પૌત્ર સુજયે ચેનલના 25મા જન્મદિવસ નિમિત્તે કેક કાપી હતી. કર્મચારીઓએ ચેનલની 25 વર્ષની યાત્રાને યાદ કરી હતી. ETV નેટવર્કના મુખ્ય નિર્માતા પી.કે. માનવી, મુખ્ય નિર્માતા અજય સંથી, સેક્રેટરી જી શ્રીનિવાસ, ઇનાડુ ડાયરેક્ટર આઇ.વેંકટ અને ગ્રુપ HR-પ્રમુખ ગોપાલ રાવે પણ ઉજવણીમાં ભાગ લીધો હતો.
"ભારતીય ટેલિવિઝનને ક્રાંતિ આપવાનો અને 24x7 ચેનલ બનાવવાનો શ્રેય રામોજી રાવને જાય છે. તેઓ મારા માટે એક આદર્શ છે, આ સાથે જ તેઓ મારા માટે પિતાતુલ્ય વ્યક્તિ છે. તેમના પ્રયત્નો, દ્રઢતા અને સમર્પણના કારણે ETVએ 25 સફળ વર્ષો પૂર્ણ કર્યા છે. રામોજી રાવ તેલુગુ પ્રજાજનો દ્વારા કાયમ પૂજનીય રહેશે. હું ઇટીવીની પહેલી અને 20મી વર્ષગાંઠની ઉજવણી માટે વિશેષ અતિથિ હતો. હું આજે 25મી વર્ષગાંઠની ઉજવણીનો ભાગ બનવા બદલ ગૌરવ અનુભવું છું" - ચિરંજીવી, અભિનેતા
"1995થી 2020, 25 વર્ષ થઈ ગયા છે. ETV એક ઘટના છે. 1995-96 દરમિયાન, હું પસંદગીના કાર્યક્રમો જોવા માટે ચેનલનું શિડ્યૂલ તપાસી લેતો હતો. મારો પ્રિય કાર્યક્રમ છે પાદૂથા તિયેગા. તે દિવસોમાં, મૂવી ગીતો જોવા માટે સહેલાઇથી ઉપલબ્ધ ન હતા. તેથી, હું સિંગિંગ શોના દરેક એપિસોડને ફોલો કરતો હતો. ઉપરાંત, ઇટીવી ન્યૂઝ પણ જોતો હતો. આજે પણ સમાચાર માટે ETV વિશ્વસનીય માધ્યમ છે." - નાગાર્જુન, એક્ટર
"25મી વર્ષગાંઠ પર પ્રથમ દક્ષિણ ભારતીય સેટેલાઇટ ચેનલ ETVને મારી હાર્દિક શુભેચ્છા. ETV ચેનલે તેની સફળ કામગીરી માટે ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે. હું ઈચ્છું છું કે ઇટીવી ગોલ્ડન જ્યુબિલી માઇલ સ્ટોન પર પણ પહોંચે. અધ્યક્ષ રામોજી રાવ અને સ્ટાફને મારા વિશેષ સાદરભાવ અને નમન." - પવન કલ્યાણ, અભિનેતા
"ETV સાથે મારો ખાસ સંબંધ છે. મારું નામ સંથિત નિવાસમ સિરિયલના ડિરેક્ટર તરીકે પ્રથમ વખત સ્ક્રિન પર દેખાયું હતું. ETV માટે ગુણવત્તા ખૂબ મહત્વની છે. સાચી જાણકારી મેળવવા માટે લોકો ETV ન્યૂઝ જુએ છે. આ વિશ્વસનીય ચેનલને હવે 25 વર્ષ થયા છે. ચેનલ હજુ વધુ સફળ થાય તેની આશા રાખું છું." - રાજામૌલી, ડિરેક્ટર
25 વર્ષ પહેલાં, આજે, એક મેઘધનુષ્ય આપણા દરવાજે આવ્યું અને આપણા જીવનમાં આનંદ અને મનોરંજનની ખુશીઓ લાવ્યું. ETV નામની આ ચેનલનો આજે જન્મદિવસ છે, 27 ઓગસ્ટ, 1995. આ જ દિવસે દક્ષિણ ભારતીય ટેલિવિઝનમાં નવા યુગની શરૂઆત થઈ. દક્ષિણ ભારતીય સિનેમાની ક્વિન શ્રીદેવીએ દીપ પ્રગટાવી ચેનલનું ઉદઘાટન કર્યું હતું. ઈનાડુ ગ્રુપના અધ્યક્ષ, રામોજી રાવે તેલુગુ પ્રજાજનોને ખાતરી આપી કે, "શુદ્ધ અને સારું મનોરંજન ઇટીવીની પ્રાથમિકતા હશે." તે દિવસથી, તેલુગુ એન્ટરટેન્મેન્ટમાં એક મોટો સુધાર જોવા મળ્યો. ઇટીવીએ નવી તકનીક, ઉભરતા ટેકનિશિયન અને અભૂતપૂર્વ ગુણવત્તાના બ્રોડકાસ્ટ કરેલા પ્રોગ્રામ માટે માર્ગ મોકળો કર્યો હતો. ઇટીવીએ લોન્ચ થયા પછી, તેલુગુ ઘરોમાં કેબલ કનેક્શનો સામાન્ય બની ગયા. શહેરો, નગરો અને ગામો એકસરખા થઈ ગયા. ચેનલે ઉપલબ્ધ કરેલા વિવિધ કાર્યક્રમોથી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.
મેનેજિંગ ડિરેક્ટર સુમનની આગેવાનીમાં કાર્યક્ષમ ટીમોએ ચેનલમાં કેટલાક નવા ફેરફારો લાવ્યા હતા. ETV તેલુગુની પ્રથમ 24x7 સેટેલાઈટ ચેનલ છે. એવા સમયે કે જ્યારે લોકોને થોડા ગીતો જોવા માટે આખા અઠવાડિયાની રાહ જોવી પડતી હતી, ત્યારે ઇટીવીએ દરરોજ ફિલ્મને પ્રસારિત કરવાનું શરૂ કર્યું હતું. રિયાલિટી શોઝ સામાન્ય બને તે પહેલાં, ચેનલ દ્વારા પ્રખ્યાત પ્લેબેક સિંગર, પદ્મ ભૂષણ એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા પદુથા થિયેગા ગીતોનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ઇટીવીએ તેલુગુ દૈનિક સિરિયલોનું પ્રસારણ કર્યું, જેણે મહિલા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. રોચક અને રસપ્રદ સ્ટોરીલાઇન્સ અને પ્રતિભાવના કલાકારોવાળી તે સિરિયલો આજે પણ ક્લાસિક ગણવામાં આવે છે. બાળકો માટે એજ્યુકેશનલ ક્વિઝ અને યુવાનો માટે મનોરંજન કાર્યક્રમો હતા. ઇટીવી નેટવર્કના અન્ય એક વિશિષ્ટ કાર્યક્રમ કે, જેના વિશેષ ઉલ્લેખની જરૂર છે, તે છે અન્નદાતા. આ કૃષિ કાર્યક્રમ જે ખાસ ખેડૂતો માટે છે. ETV ન્યૂઝ તેના લોન્ચથી લોકપ્રિય રહ્યાં છે. વિશ્વના તમામ ખૂણાઓમાંથી નિષ્પક્ષ સમાચાર સાથે, ઇટીવી ન્યૂઝ તેના દર્શકોને હંમેશાં જાણકાર રાખે છે.
ETVએ ઉભરતા કલાકારો, ગાયકો, લેખકો અને ટેકનિશિયન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તે જ રીતે, સિલ્વર સ્ક્રીનથી ટેલિવિઝન પર પણ પ્રતિભાવાન લોકો આવ્યા છે.
અંતરંગલુ, અંવેશિતા, લેડી ડિટેક્ટીવ, ગુપ્ડુ માનસુ, પદ્મવિહમ, વિધી, સંતી નિવાસમ, અંતમવુલુ અને તાજેતરના અભિષેકમ, સીતામ્મા વકિતલો સિરીમલ ચેતુ, શ્રીમાથી, અમ્મા જેવી સીરીયલોથી માંડીને; પ્રેક્ષકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. ભૂતકાળના સરીગામાલુ જેવા સુપરહિટ શોની જેમ, મનસુના માનસાઈ, માસ્ટર માઇન્ડ્સ, અધુર, સુપર અને સૌંદર્યલાહરીએ દર્શકોને મોહિત કર્યા છે. ગેમ શો સ્ટાર મહિલા કુલ 3,181 એપિસોડ સાથેનો બીજો લાંબો ભારતીય ગેમ શો બન્યો. અને બીજી બાજુ, ઇટીવીમાં અલી થો સરદાગા, સ્વરાભિષેકમ, કેશ અને ધી જેવા અનોખા કાર્યક્રમો છે. સુપરહિટ કોમેડી શો જબરદસ્થ શરૂઆતથી ટેલિવિઝન રેટિંગ્સમાં ટોચ પર છે.
ETVની સફળતા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી પણ મોટી ઘટના છે. એક મજબૂત ડિજિટલ પ્લેટફોર્મ અને 1.11 કરોડ સબ્સ્ક્રાઇબર્સ સાથે, etvteluguindia (youtube) ચેનલ ગૌરવભેર આગળ વધી રહી છે. ચેનલ એક મહિનામાં સરેરાશ 90 કરોડ વ્યૂ સાથે ટોચની રેન્કની ક્રેડિટ લે છે. આ ઉપરાંત, તે 100 કરોડના લક્ષ્યાંક તરફ આગળ વધ્યું છે. તે નાની સ્ક્રીન હોય કે ડિજિટલ ચેનલ, પ્રેક્ષકોએ ચોક્કસ સમયમાં બધા સમયે ઇટીવીનું સ્વાગત કર્યું છે. ચેનલ તેના દર્શકોને સન્માન આપે છે અને ઘણા વધુ લક્ષ્યો હાંસલ કરવાનું વચન આપે છે. તેથી ETV તેની સિલ્વર જ્યુબિલિની ઉજવણી કરે છે !!