એક સર્વેક્ષણ મુજબ રાજ્યો દ્વારા 2007 થી 2014 વચ્ચે શ્રમ કાયદાઓમાં કોઈપણ જાતનો સુધારો કરાયો નથી. ત્યાર પછી 2014માં રાજસ્થાન સરકારે પહેલી વાર લેબર લૉ માં સુધારો કર્યો હતો. ત્યારબાદ અન્ય રાજ્યોએ રાજસ્થાનનું અનુકરણ કર્યુ હતું. શ્રમ સંબધી કાયદાઓનું સરળીકરણ ઉદ્યોગ અને રોજગારના સર્જન માટે યોગ્ય વાતાવરણ ઉભું કરવામાં મદદરુપ થશે.
રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે, રાજ્ય શ્રમ કાયદાઓ સંદર્ભે કડક વલણ દાખવતા હતાં. તેથી આ રાજ્યનો યોગ્ય મૂડીરોકાણ પણ નહોતું મળતુ. રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે, જે રાજ્યોનાં શ્રમ કાયદા સરળ છે તે રાજ્યો અન્ય રાજ્યની સરખાણીમાં 25.4 ટકા ઉત્પાદન કર્યુ છે.