ઇંગ્લેંડ વિરુદ્ધ વિશ્વ કપ 2019ની 24મી મેચમાં અફગાનિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રાશિદ ખાનની શર્મનાક ધોલાઈ થઈ છે. આ મેચને તેઓ ક્યારેય યાદ રાખવા નહીં ઈચ્છે. રાશિદે ઈંગ્લેંડ સામે 9 ઓવરમાં 110 રન આપ્યા અને તેને એક પણ વિકેટ નથી મળી.
રાશિદ ખાન અફગાનિસ્તાનની ટીમ સૌથી મોટી તાકાત છે. પરંતુ ઈંગ્લેંડની વિરુદ્ઘ તેમનું પ્રદર્શને ફક્ત નિરાશ જ નહીં પરંતુ વનડે વિશ્વ કપમાં સૌથી ખરાબ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.
રાશિદ ખાને બનાવ્યો સૌથી ખરાબ રેકૉર્ડ
અફગાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન વનડે વિશ્વ કપમાં એક ઈંનિગમાં સૌથી વધુ રન આપનાર દુનિયાના પ્રથમ બોલર બની ગયા છે. તેમણે 9 ઓવરમાં 12.22ની રન રેટથી 110 રન આપ્યા અને તેમાંય એક પણ વિકેટ ઝડપ્યા વિના. વનડે વિશ્વ કપમાં કોઈ પણ બોલરે એક પારીમાં આટલા રન આપ્યા નથી. ઉપરાંત વનડે ક્રિકેટમાં ત્રીજા નંબરના સૌથી વધુ રન આપનાર બોલર બની ગયા છે. તેમની આગળ માઈકલ લેવિસ છે અને રિયાજ છે.