શ્રીનગર : જમ્મુ કાશ્મીરના શોંપિયા જિલ્લાના જૈનપોરામાં ચાલી રહેલી અથડામણ બુધવારે ખત્મ થઇ છે. આ તકે સુરક્ષાદળની કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સેનાના એક અધિકારીએ આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે આ અથડામણમાં સેનાનો એક અધિકારી પણ ઘાયલ થયો છે.
પોલીસે નિવેદનમાં કહ્યું કે વધુ એક આતંકીને ઠાર કરતા કુલ ત્રણ આતંકી ઠાર થયા છે.
ઉલ્લેખનિય છે કે, વિસ્તારમાં આતંકીઓની મળેલી સુચનાના આધારે મંગળવારે પોલીસ અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરી લીધો હતો.
આ તકે નજીક પહોંચતાની સાથે જ આતંકીઓએ ગોળીબારી શરૂ કરી હતી, જે બાદ અથડામણ સર્જાઇ હતી. અથડામણ રાત્રીના બંધ થઇ ગઇ હતી. જે બુધવારે સવારે ફરી શરૂ થઇ હતી. આ અભિયાનને પોલીસ અને સેનાએ સાથે મળીને ચલાવ્યું હતું.