ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: બડગામ એન્કાઉન્ટરમાં જૈશ કમાન્ડર સહિત બે આતંકવાદીઓ ઠાર - જમ્મુ-કાશ્મીરના સમાચાર

મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના આરિબાગ મચહામા વિસ્તારમાં મંગળવારે રાત્રે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા. ક્રોસ ફાયરિંગમાં જે ઘરમાં આતંકી છુપાયેલા હતા તે મકાનમાં આગ લાગી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર પણ હતો.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર
author img

By

Published : Oct 28, 2020, 7:29 AM IST

  • જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં એન્કાઉન્ટર
  • એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીર: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના આરિબાગ મચહામા વિસ્તારમાં મંગળવારે રાત્રે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા. આતંકવાદીઓ વિશે બાતમી મળતા સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. થોડા સમય માટે બંને તરફથી ફાયરિંગ થયું હતું.

આતંકીઓ ફરાર ન થાય તેથી તમામ માર્ગ બંધ કરાયા

થોડા કલાકો બાદ રાત્રે 11:30 વાગ્યા ફરી ફાયરિંગ શરૂ થયું હતું. આ સાથે જોરદાર વિસ્ફોટોનો અવાજ પણ સંભળાયો હતો. અંધારાનો લાભ લઇ આતંકવાદીઓ ફરાર ન થઇ જાય તેથી ગામના તમામ પ્રવેશ અને એક્ઝિટ ગેટ સીલ કરી દેવાયા હતા.

પોલીસ અધિકારીનું નિવેદન

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારના મોઆચવાહમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.