શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં સેના અને આતંકિઓ વચ્ચે અથડામણ શરૂ થઇ છે. જાણકારી મુજબ આ એન્કાઉન્ટર જિલ્લાના સોપોરમાં ચાલુ છે.
બારામૂલા જિલ્લાના સોપોરના ગુલબદ વિસ્તારમાં કેટલાક આતંકિઓ હોવાની સુચના મળ્યા બાદ સેનાએ વિસ્તારનો ઘેરાવ કર્યો હતો, ત્યારબાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ થઇ છે. 22 રાષ્ટ્રીય રાઇફલ્સ, સોપોર પોલિસ અને 179 કેન્દ્રીય રિજર્વ પોલીસ બળ ઓપરેશનને અંજામ આપી રહ્યા છે. બંને તરફથી ગોળીબારી ચાલુ છે.
જણાવી દઇએ કે, જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મંગળવારે એક આતંકવાદીએ સુરક્ષા બળના એક જુથ પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં CRPFનો એક જવાન શહીદ થયો હતો.
તે પહેલા પણ ઉતરી કાશ્મીરના કેરન સેક્ટરમાં સીમા રેખા પાસે દાખલ થયેલા આતંકી ગૃપ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા અને પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા.