પાકિસ્તાન: સમગ્ર વિશ્વ હાલ કોરોના સામે લડી રહ્યું છે, ત્યારે પણ પાકિસ્તાન તેની નાપાક હરકતોમાંથી બાજ નથી આવતું.
પાકિસ્તાને આજે સાંજે 5 કલાકે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
પાકિસ્તાને નિયંત્રણ રેખા પાસે નાના હથિયારો સાથે ગોળીબારી કરી હતી અને મોર્ટાર ફેક્યા હતા. જો કે ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે.