શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના વાનપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયુ હતુ. તેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
સેનાને આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાના સમાચાર મળ્યા હતા. આ પછી, સેના અને પોલીસે આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને આ વિસ્તારને કોર્ડન કર્યો હતો.
સેના અને પોલીસને જોઇને આતંકીઓએ તેમના ઉપર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કર્યું હતું. જેમાં બે આતંકી માર્યા ગયા હતા.