ભરતપુર: હેલિકોપ્ટર ખેતરમાં ઉતર્યા બાદ પાઇલટ અને અન્ય અધિકારીઓ હેલિકોપ્ટરથી નીચે ઉતર્યા હતા, ત્યારબાદ તેઓએ હેલિકોપ્ટરની તપાસ કર્યા બાદ ફરીથી ઉડાન ભરી હતી. આ ઘટના અંગે સ્થાનિક વહીવટીતંત્રને કોઈ માહિતી આપી નથી અને ત્યાંના ખેતરમાં હેલિકોપ્ટર ઉતરતાં ગ્રામજનોએ તેનો વીડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સંચૌલી ગામના રહેવાસી ગુલાબસિંહે જણાવ્યું હતું કે, સોમવારના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ અચાનક હેલિકોપ્ટરનો જોરદાર અવાજ સંભળાયો હતો, ત્યારબાદ તે તેની અગાશી પર આવીને જોયું કે, હેલિકોપ્ટર નીચે આવી ગયું હતું અને થોડા સમય પછી સેનાના જવાનો જ્યારે ખેતરમાં ઉતર્યા હતા. ત્યારે તેમણે રક્ષણ માટે પેરાશૂટ બાંધ્યું હતું. જેથી જો હેલિકોપ્ટર લેન્ડ ન થાય, તો પછી તે પેરાશૂટની મદદથી હેલિકોપ્ટરમાંથી કૂદવાની તૈયારી કરી રહ્યા હતા.
લગભગ 15 મિનિટ પછી, સૈન્યના જવાનો અને પાઇલટ્સ દ્વારા હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી અને તપાસ કર્યા પછી તકનીકી સમસ્યાને સુધારીને ફરીથી મથુરા તરફ ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર અચાનક ખેતરમાં ઉતરવાની ચર્ચાઓને કારણે સ્થળ પર લોકો એકઠા થઈ ગયા હતા. પરંતુ સ્થાનિક વહીવટીતંત્રને તેની જાણકારી જ ન હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, ભરતપુર જિલ્લા કલેકટરે ઇમરજન્સીમાં હેલિકોપ્ટરના ઉતરાણ અંગે સ્થાનિક વહીવટને પૂછ્યું હતું, તો તહેસીલદાર અને પટવારીને આ મામલાની તપાસના નિર્દેશો આપવામાં આવ્યા હતા. ત્યારબાદથી સ્થાનિક વહીવટીતંત્ર હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ અંગે માહિતી એકઠી કરી રહ્યું છે.