ન્યૂઝ ડેસ્ક : લોકસભા ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન બાકી છે. મતદાન પુરુ થયાની સાથે જ ચૂંટણી કમિશનના મતભેદો પણ બહાર આવવા લાગ્યા છે. હાલમાં ચૂંટણીને લઇને આવેલા તાજા સમાચાર અનુસાર ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે થનારી મીટિંગમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે.
મળતી માહિતી મૂજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લિન ચીટ આપવા મામલે ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ આ મીટિંગમાં સામેલ થવા માટે ઇન્કાર કરી દીધો છે. તેમણે આ વિશે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાને પત્ર પણ લખીને જાણ કરી છે.
![સૌ. ANI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3316417_uiiii.jpg)
મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ લવાસાના પત્રને લઈને એક નિવેદન પણ જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે, "ચૂંટણી પંચના ત્રણ સભ્યો એક બીજાના ક્લોન ન હોઈ શકે. પરંતુ હું આવી મીટિંગથી દુર નથી ભાગતો."
કોંગ્રેસે આ સમગ્ર મામલે તીખી પ્રતિક્રીયા આપી છે, પાર્ટીએ ફરીથી એક વખત PM મોદી પર નિશાન સાંધ્યુ છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુજરેવાલાએ ટ્વીટ કરતા કહ્યું છે કે, " ચૂંટણી કમિશન છે કે, ચૂકી જવા બાબતનું કમિશન, લોકતંત્ર માટે વધુ એક કાળો દિવસ. ચૂંટણી પંચના મૂખ્ય અધિકારીઓએ બેઠકમાં શામેલ થવાની મનાઇ ફરમાવી છે. જ્યારે ચૂંટણી પંચ મોદી-શાહની જોડીને ક્લીનચીટ આપવામાં વ્યસ્ત હતું ત્યારે લવાસાએ ઘણા મુદ્દાઓ પર અસહમતિ દાખવી"
![સૌ. ANI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3316417_ooooooo.jpg)