ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે..
- મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજથી આચારસંહિતા લાગુ
- મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર યોજાશે ચૂંટણી
- મહારાષ્ટ્રમાં મતદાતાઓની સંખ્યા 8.94 કરોડ
- 1.8 લાખ EVM મશીનનો થશે ઉપયોગ
- હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો પર યોજાશે ચૂંટણી
- બંને રાજ્યોની ચૂંટણી હશે પ્લાસ્ટિક મુક્ત
- 30 દિવસમાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ આપવો પડશે
- મહારાષ્ટ્રમાં 9 નવેમ્બર સુધીનો કાર્યકાળ
- હરિયાણામાં 2 નવેમ્બર સુધીનો કાર્યકાળ
- હરિયાણામાં 1.28 કરોડ મતદાર
- ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની સીમા 28 લાખ
- 21 ઓક્ટોબરે બંને રાજ્યમાં મતદાન થશે
- 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે
- 5 ઓક્ટોબરે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે
- 27 ઓક્ટોબરે જાહેર થશે નોટિફિકેશન
- ગુજરાતની 4 બેઠકો ઉપર યોજાશે પેટા ચૂંટણી
ગુજરાતની આ બેઠકો પર યોજાશે ચૂંટણી
- લુણાવાડા : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.
- અમરાઈવાડી : ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.
- ખેરાલુ : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.
- થરાદ : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી.