નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં ચૂંટણીના દિવસી પોલિંગ લોકેશન અને બુથ પર થનારી ગતિવિધીઓ પર ચૂંટણી પંચની ટીમ બાજ નજર રાખશે. ETV ભારતે સ્પેશિયલ સર્વેલન્સ રૂમની મુલાકાત લીધી હતી.
IT સેલના નોડલ ઓફિસર વિવેક મિતલે જણાવ્યું કે, દરેક જિલ્લામાં ડેશબોર્ડ છે. જેનાથી ત્યાં જેટલા પણ કેમરા લાગેલા છે. તે બધામાં રિયલ ટાઇમ ટેડા ડેશબોર્ડથી એકસેસ કરી શકાય છે. કેમરાની સંખ્યાની 6000થી વધારે છે.
રિટર્નિંગ ઓફિસર પણ બાજ નજર રાખશે.
મિતલે જણાવ્યું કે, સર્વેલન્સ ટીમથી અલગ જિલ્લાના ચૂંટણી અધિકારી અને રિટર્નિગ અધિકારી પણ આ કેમરાને એકસેસ કરી શકે છે. જિલ્લામાં બનાવેલા વેબકાસ્ટિંગ નોડલ અધિકારી તેની માહિતી આપશે.
IT સેલના નોડલ ઓફિસર વિવેક મિતલે જણાવ્યું કે, 8 ફેબ્રુઆરી સવારે 5 કલાકે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યલયમાં અધિકારીઓની હાજર થશે. સર્વેલન્સ ટીમ વોટિંગ સમાપ્ત થયાના 1 કલાક બાદ ત્યાંજ સ્થિતિ પર નજર રાખશે. જેમાં ટાઇમ એક્સટેંડ કરવાની જરૂર પડે તો તેને પણ એક્સટેંડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન યાજાશે. જેનું પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.