રાંચી (ઝારખંડ): ઝારખંડ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે ઝારખંડના ત્રણ જિલ્લામાંથી કુલ 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં ગિરિડીહ જિલ્લામાં 4, કોડરમાં 2 અને રાંચી જિલ્લામાંથી 2 સંક્રમિત દર્દીઓની પુષ્ટિ થઇ હતી.
એક તરફ કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ રાહતની વાત છે કે, આ ખતરનાક વાઇરસથી મુક્ત થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 87 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાની સ્ખ્યાં વધીને 181 થઇ
રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 181 થઈ ગઈ છે, ઝારખંડના આરોગ્ય સચિવ નીતિન મદન કુલકર્ણીએ માહિતી આપી હતી કે, કોડરમાથી બે દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 181 થઈ ગઈ છે.