ETV Bharat / bharat

નવી શિક્ષણ નીતિમાં કોરોના જેવા સંકટના સામનાની કોઈ વાત સમાવી લેવાઈ નથી

author img

By

Published : Aug 1, 2020, 7:00 PM IST

Updated : Aug 1, 2020, 7:34 PM IST

નવી શિક્ષણ નીતિ 2020 પરિવર્તન લાવનારી છે, પ્રાથમિક અને ઉચ્ચતર બંને શિક્ષણમાં પરિવર્તન આવશે. જોકે તેમાં કોરોના જેવા સંકટ કે તેનો સામનો કેમ કરવો જોઈએ તેની તાલીમની કોઈ વાત નથી એમ સેવ ધ ચિલ્ડ્રન સંસ્થાના શિક્ષણ વિભાગના વડા કમલ ગૌર કહે છે.

નવી શિક્ષણ નીતિમાં કોરોના જેવા સંકટના સામનાની કોઈ વાત સમાવી લેવાઈ નથી
નવી શિક્ષણ નીતિમાં કોરોના જેવા સંકટના સામનાની કોઈ વાત સમાવી લેવાઈ નથી

ઈટીવી ભારતના કૃષ્ણાનંદ ત્રિપાઠી સાથેની વિશેષ વાતચીતમાં તેઓ કહે છે કે આ નીતિમાં ક્યાંય કોવિડ જેવી સ્થિતિનો સામનો શાળા અને શિક્ષણ સંસ્થાઓ કેવી રીતે કરશે તેનો કોઈ ઉલ્લેખ નથી. આફત વખતે શિક્ષણકાર્ય અટકી ના પડે તે માટેનો કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. તેમની સાથેની વાતચીતના અંશો:

સવાલઃ શું માત્ર 10+2 શિક્ષણ પદ્ધતિને નવી 15-વર્ષીય પદ્ધતિમાં બદલી નાખવાથી દેશના શિક્ષણમાં પરિવર્તન આવશે?જવાબઃ વચગાળાની રીતે તમે જુઓ તો પ્રાથમિક અને ઉચ્ચતર શિક્ષણમાં પરિવર્તન લાવનારી વાત છે. તેમાં ઘણા બધા ક્ષેત્રોને આવરી લેવાયા છે. નવા ક્ષેત્રો ઉમેરાયા છે અને પ્રારંભિક શિક્ષણને પણ નવી શિક્ષણ નીતિમાં સમાવી લેવાયું છે. તે સારું છે કેમ કે તેનાથી પાયાના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત થશે. પરંતુ કેટલીક બાબતો રહી ગઈ છે. જેમ કે કેવી રીતે આ નીતિ અમલમાં આવશે તે સ્પષ્ટ નથી. આપણે 100% ટકા સફળતાની વાત કરીએ છીએ, પણ તેનું કોઈ પથદર્શન નથી.સવાલઃ ઘણા ટીકાકારોએ કહ્યું કે સંખ્યા એકથી શરૂ થાય એટલે શાળાકીય અભ્યાસ પણ પહેલા ધોરણથી થવો જોઈએ. પરંતુ ખાનગી કિંડરગાર્ડન કમર્શિયલ ધોરણે ચાલે છે. નીતિમાં પૂર્વપ્રાથમિકને પણ સમાવી લેવાયું તેની કેટલાકે ટીકા કરે છે.જવાબઃ અમારી સંસ્થા સેવ ધ ચિલ્ડ્રન અને ઘણા શિક્ષણશાસ્ત્રીઓ અને સહયોગીઓ વગેરે માનીએ છીએ કે આ સારું પગલું છે, કે પ્રારંભિક અભ્યાસને શાળાકીય અભ્યાસ સાથે જોડી દેવાયો. તેમાં બાળકો શાળામાં પ્રવેશ માટે તૈયાર થાય તેની તેના પર ભાર મૂકાયો છે. અમારું એક કાર્ય બાળકોને શાળામાં અભ્યાસ માટે તૈયાર કરવાનું છે. આંગણવાડી અને પ્રિ-સ્કૂલ પાછળનો વિચાર બાળકોને શાળા માટે તૈયાર કરવાનો છે. નાના મકાનમાં રહેતું બાળક વિશાળ શાળામાં, મોટી ઇમારતમાં, બાળકોથી દૂર રહેતા શિક્ષકો વચ્ચે પહોંચે ત્યારે તે એક સમસ્યા બને છે. સવાલઃ નીતિમાં પાયાના શિક્ષણની વાત છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે વાંચવું, લખવું અને સામાન્ય ગણિત બહુ અગત્યના છે અને બાળક તે શીખે તે જીવનમાં ઉપયોગી થાય છે. પાયાના શિક્ષણ વિશે તમે શું કહેશો?જવાબઃ પાયાનું શિક્ષણ એ પ્રિ-સ્કૂલથી આગળની વાત છે. અહીં તમે ભણવાની પદ્ધતિ, અભ્યાસનું શીખવીએ છીએ. પ્રિ-સ્કૂલમાં વાંચવા કે લખવાની વાત થતી નથી. ગણિતનો અભ્યાસ શરૂ થાય તે પાયાનું શિક્ષણ ગણાવું જોઈએ. સેવ ધ ચિલ્ડ્રન તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરે છે. અમે ઘણા વખતથી તેના માટે માગણી કરી રહ્યા હતા. એટલે અમારી દૃષ્ટિએ આ સારું પરિવર્તન છે.સવાલઃ ગોખણપટ્ટી પર ભારને કારણે ભારતીય શિક્ષણ પદ્ધતિની ટીકા થાય છે. બીજા દેશોમાં વિચારશક્તિ, સવાલો પૂછવાની ક્ષમતા વગેરે પર ભાર મૂકાય છે. શું તેનો સમાવેશ નવી નીતિમાં છે?જવાબઃ તેને જ ગણિતમાં પ્રારંભિક અધ્યનન કહે છે. તમે ક્ષમતાના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરો છો. ઇરાદો સારો છે, પણ મારો સવાલ એ જ છે કે તેના માટેના નાણાં ક્યાંથી આવશે? અમે એડ-ટેકની વાત કરી રહ્યા છીએ, ખાનગી શાળાઓ પર દેખરેખ અને નિયંત્રણની વાત કરી રહ્યા છીએ. થિયરીમાં તે સારી લાગે છે, પણ વ્યવહારમાં તેનો કેવી રીતે અમલ થાય છે તે અમે જોઈશું. સવાલઃ શિક્ષકોની તાલીમ પર ભાર મૂકાયો છે. બે વર્ષના બી.એડ.ની જગ્યાએ ચાર વર્ષનો કોર્સ થશે. તે યોગ્ય છે?જવાબઃ આ બહુ જરૂરી છે. અગાની નીતિમાં પણ અમે કહ્યું હતું કે શિક્ષકોને સતત વ્યવસાયી કુશળતાની તાલીમ આપવી જોઈએ. પણ બહુ ઓછા 14-15% શિક્ષકો જ પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવે છે. મને આશા છે કે અધ્યાપનના શિક્ષણમાં ગુણવત્તાના કારણે શાળાની ગુણવત્તા વધશે. આ બહુ મહત્ત્વાકાંક્ષી વિચાર છે, પણ તેના માટે બજેટમાં ફાળવણી થવી જોઈએ.સવાલઃ બાળક કયા ધોરણમાં ભણે છે અને તેની ક્ષમતા તે બાબતમાં ASER અને NAS બંને સર્વેમાં બહુ મોટો તફાવત દેખાયો છે. શું નવી નીતિથી તેમાં સુધારો થશે?જવાબઃ ઇરાદો સારો છે, દસ્વાવેજ હોય છે, પણ રોડમેપ દેખાતો નથી. તેના પર જ આપણું ધ્યાન કેન્દ્રીત થવું જોઈએ કે કેવી રીતે આનો અમલ થશે. નવા ક્ષેત્રોની વાત છે, ટેક્નોલૉજીની વાત છે, પણ તે બધા માટે મૂડી જોઈએ.આ નવી નીતિમાં કોવિડનો સંદર્ભ લઈ લેવાની જરૂર હતી, કેમ કે કોવિડને કારણે આપણે કેટલાય વર્ષ પાછા જતા રહ્યા છીએ. તેની અસરોનો સામનો કેવી રીતે કરીશું તેનો ઉલ્લેખ જરૂરી હતો, પણ જોવા મળતો નથી. શાળાની સુરક્ષા અને ટકાઉપણા વિશે પણ કશું નથી. આજે કોવિડ આવ્યો, કાલે SARS અથવા H5N1 કે બીજો કોઈ રોગચાળો આવી શકે. પણ આવી આપત્તિ સામે શાળાઓ માટે શું યોજના છે?કટોકટીના સમયમાં અભ્યાસમાં એક પણ દિવસ ના ગુમાવવાની વાત છે, પણ આ નવી નીતમાં સંકટની વાત ક્યાં છે?સવાલઃ તમે મૂડીના અભાવની વાત કરો છો. શું લાયસન્સ રાજ ખતમ કરવું જોઈએ? શું કોઈને પણ માટે શિક્ષણનું ક્ષેત્ર મૂડીરોકાણ માટે મુક્ત કરવું જોઈએ?જવાબઃ આ રાજ્યની જવાબદારી છે. સરકારની જવાબદારી છે. હું મૂડીરોકાણ લાવવાની વિરોધી નથી, પરંતુ શિક્ષણની બંધારણીય જવાબદારી સરકારની છે અને તેનું પાલન કરવું જ રહ્યું. હું તો સલાહ આપીશ કે સરકાર શિક્ષણ પાછળ અને ખાનગી શાળાઓ માટે સારી નિયંત્રક વ્યવસ્થા પાછળ વધારે સ્રોતો ફાળવે. ખાનગી શાળામાં ફી માટે તથા વંચિત વર્ગ માટે 25% બેઠકો સહિતને બાબતો માટે આ જરૂરી છે, કેમ કે રાઇટ ટુ એજ્યુકેશનની વાત જ નીતિમાં થઈ નથી.સવાલઃ ભણવાનું છોડી દે તેવા વિદ્યાર્થીઓ માટે ઘણા વિકલ્પોની વાત કરવામાં આવી છે. તેને તમે કેવી રીતે જુઓ છો?જવાબઃ એ બહુ ઉપયોગી થશે. વિદ્યાર્થીને તક અને શિક્ષણ પ્રવાહ પસંદ કરવાનો વિકલ્પ અગત્યનો છે. માધ્યમિકમાં વિજ્ઞાનનો વિદ્યાર્થી વિનયનનો વિષય પણ પસંદ કરી શકે. આ બહુ સારું પગલું છે. વૈશ્વિક ધોરણે વિદ્યાર્થીઓ જે રીતે ભણે છે તેવી અહીં મોકળાશ આવશે.-કૃષ્ણાનંદ ત્રિપાઠી, ડેપ્યુટી ન્યૂઝ એડિટર

Last Updated : Aug 1, 2020, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.