નવી દિલ્હીઃ પ્રવર્તન નિર્દેશાલય (ED)એ દિલ્હી હિંસાની ઘટના અંગે AAPના સસ્પેન્ડેડ કાઉન્સિલર તાહિર હુસૈન, ઇસ્લામી સમૂહ પીએફઆઇ અને અન્ય લોકો વિરુદ્ધ મની લોન્ડ્રિંગ અને હિંસા કરાવવા માટે પૈસા આપ્યા હોવાના આરોપ સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે, હુસૈન વિરુદ્ધ CBI દ્વારા મની લોન્ડ્રીંગ અધિનિયમ અંતર્ગત કેસ દર્જ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હુસૈન પર ગયા મહિને ઉત્તર-પૂર્વ દિલ્લીમાં થયેલી હિંસા દરમિયાન ખૂફિયા એજન્સીના કર્મચારીની હત્યાનો પણ આરોપ છે. હુસૈન હાલ દિલ્હી પોલીસની પકડમાં છે.
અધિકારીઓએ જણાવ્યું કે, ફેડરલ એજન્સીએ હુસૈન, પીએફઆઇ તથા અન્ય લોકો વિરુદ્ધ કથિત મની લોન્ડ્રિંગ તથા દંગા કરાવવા માટે પૈસા આપ્યા હોવાના મામલા સંબંધિત દિલ્હી પોલીસ દ્વારા પ્રાથમિક બાબતોની નોંધ લેવામાં આવી છે. આ હિંસામાં 50 લોકોથી વધારે લોકોના મોત થયા હતાં.