ગ્લોબલ ટાઈમ્સનું વિશ્લેષણ -
15મી જૂનના રોજ ગલવાન વેલી (ખીણ વિસ્તાર)માં ચીન અને ભારતની સેનાઓ વચ્ચેની જીવલેણ અથડામણને પગલે ભારતભરમાં રાષ્ટ્રવાદની ભાવનાનો જુવાળ જોવા મળે છે.
તેની અસર ભારતીય અર્થવ્યવસ્થા ઉપર પડે તેવી સંભાવના છે -
ગ્લોબલ ટાઈમ્સે એવાં ચાર ક્ષેત્રો ઉપર શોધ-તપાસ કર્યાં છે, જેમાં ભારત, જોશભેર ચીનની સંડોવણીની બાદબાકી કરી રહ્યો છે -
ચીનની ચીજવસ્તુઓ ભારતના છેક નીચલા મધ્યમ વર્ગીય પરિવારો સુધી પહોંચી છે
મેઇડ-ઈન-ચાયના - ચીનની બનાવટ હોય તેવી ચીજવસ્તુઓનો પ્રતિકાર કરવા અથવા તેના અવેજ માટે આહ્વાન કરાયું. આ ચીજોમાં ટેલીકોમ ઈન્સ્ટ્રુમેન્ટ અને ઈલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સથી માંડીને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને રમકડાં સુધીની એવી અનેક ચીજો સામેલ છે, જેને ભારતીયો નકારી શકે તેમ નથી.
ચીનના નિષ્ણાતો જણાવે છે કે ભારતીય બજારમાં નાની ચાઈનીઝ ચીજોને પડકારવાનો અર્થ બજારને જ પડકારવાનો હશે.
સરેરાશ ભારતીય ગ્રાહક પ્રત્યેક ઉત્પાદનનો, ખાસ કરીને લાંબા સમય માટે બહિષ્કાર કરી શકે તેમ છે જ નહીં.
નાની-નાની ચીજવસ્તુઓ માટે વિશ્વના મુખ્ય મથક ગણાતા યિવુમાં ભારતના એટલા બધા આયાતકાર વેપારીઓ કાર્યરત છે કે ત્યાં નાનકડું ભારતીય શહેર બનવાની તૈયારીમાં હતું.
એક ભારતીય વેપારીના અંદાજે ભારતમાં 90 ટકાથી વધુ હાર્ડવેર ચીનથી આવ્યાં છે.
ભારતના સમૃદ્ધ મધ્યમ વર્ગની માગ અત્યંત ઊંચી છે. જે લોકો શાઓમીનો સ્માર્ટ ફોન ખરીદવા આશ્વસ્ત છે અથવા ઈનકાર કરી રહ્યા છે, તેમની પાસે કદી આઈફોન ખરીદવાના પૈસા નહીં હોય. એના બદલે તેઓ પોતાની ખરીદી ટાળવાનું પસંદ કરશે અને તે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર નથી કેમકે કોવિડ-19 મહામારી દરમ્યાન વપરાશ વધારવાની જરૂર છે. આ પરિસ્થિતિ ભારત સરકારના વર્ષ 2024 સધીના પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના ધ્યેય આડે અવરોધ બનશે, એમ નિષ્ણાતો જણાવે છે.
રિજિયનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ જેવી મુક્ત વેપારને લગતી વિવિધ સમજૂતીઓમાંથી પાછા હટી જવાના ભારતના નિર્ણયને પગલે ભારતે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા જેવા નિકાસ હરીફોને ચીન સાથે વધુ સારા ટેરિફ રેટ્સ સાથે વેપાર કરવાનું સંભવ બનાવી દીધું છે અને ભરતની ચીનને થતી નિકાસો હવે આ દેશો કરી રહ્યા હોવાનું માધ્યમોના અહેવાલો જણાવે છે.
ભારતનાં કેટલાંક ક્ષેત્રો ચાઈનીઝ પાર્ટસ અને કોમ્પોનેન્ટ્સ ઉપર નિર્ભર છે
ઉદ્યોગનાં વર્તુળો જણાવે છે કે ચીનના બહિષ્કારનું આહ્વાન નિરર્થક છે, કેમકે ભારત સ્માર્ટ ફોન્સ, સોલર પાવર ઈક્વિપમેન્ટ અને ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે ઉત્પાદનોનોનાં મહત્ત્વનાં કોમ્પોનેન્ટ્સ માટે ચીન ઉપર મોટા પાયે આધાર રાખે છે.
કેમેરા મોડ્યુલ્સ, મધરબોર્ડસ અને સ્માર્ટ ફોન્સનાં સ્ક્રીન્સ જેવાં ભારતમાં વેચાતાં મહત્ત્વનાં કોમ્પોનેન્ટ્સ માટે ચીનના સપ્લાયર્સ ઉપર આધાર રાખવો પડે છે.
ભારતમાં કામકાજ ધરાવતી ચીનની ટોચની બ્રાન્ડે જણાવ્યું છે કે તેણે સ્થાનિક બજારમાંથી ખરીદેલા આશરે 65 ટકા કોમ્પોનેન્ટ્સ તેના ભારતમાં વેચાયેલાં સ્માર્ટ ફોન્સ માટે ખરીદ્યાં હતાં. તેમાં પણ મોટા ભાગનાં પાર્ટસ તદ્દન મામૂલી મહત્ત્વનાં હતાં, જેવાં કે પેકિંગ બોક્સીઝ. આ જોતાં, ભારતનાં આવાં ઉત્પાદનો પણ ચીનના ઉત્પાદકો દ્વારા બનાવાય છે, એ નોંધવું જોઈએ.
ભારતીય અખબાર ઈકોનોમિક ટાઈમ્સે તાજેતરમાં જ નોંધ્યું હતું કે ચાઈનીઝ બનાવટનાં સ્માર્ટ ફોનની બ્રાન્ડ્સ ભારતમાં લગભગ 72 ટકા બજાર હિસ્સો ધરાવે છે અને તમામ ભાવ સેગ્મેન્ટમાં વર્ચસ્વ ધરાવે છે.
સોલર પાવર માટેનાં ચાઈનીઝ ઉત્પાદનો ભારતનાં સ્થાનિક બજારોમાં 90 ટકા હિસ્સો ધરાવે છે, ચીનનાં ઓટો કોમ્પોનેન્ટ્સ લગભગ 26 ટકા અને ટેલીકોમ ઈક્વિપમેન્ટ 25 ટકા હિસ્સો ધરાવે છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
ભારતનો ઓટો ઉદ્યોગ અન્ય કોમ્પોનેન્ટ્સ ઉપરાંત ઈલેક્ટ્રિક પાર્ટસ, પ્રેશર સેન્સર્સ અને ફ્યુઅલ ઈન્જેક્ટર્સ માટે મોટા પાયે ચીન ઉપર આધાર રાખે છે.
ચાયના પેસેન્જર કાર એસોસીએશન (સીપીસીએ)ના આંકડા દર્શાવે છે કે ચીને એપ્રિલમાં ભારતમાં 2,957 કારની નિકાસ કરી હતી. ચીનની ઓટો ક્ષેત્રની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો સાતમા સ્થાને છે.
ઉદ્યોગના આંકડા દર્શાવે છે કે ફક્ત 2018ના નાણાં વર્ષમાં જ ભારતના 57 અબજ ડોલરના ઓટો કોમ્પોનેન્ટ ઉદ્યોગમાં ચીનની નિકાસ 4.3 અબજ ડોલર હતી.
ભારતના દવા અને ફાર્મા ઉદ્યોગ ઉપર અસર
જો ભારત એક્ટિવ ફાર્માસ્યુટકલ ઈન્ગ્રેડિયેન્ટ્સ (APIની સપ્લાય માટે ચીન ઉપરની નિર્ભરતા ઘટાડે તો પોતાના દવા ઉદ્યોગ માટે કોઈ વિકલ્પો શોધી શકે તેમ જણાતું નથી.
ભારત સરકાર આ વર્ષના અંત સુધીમાં પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ માટેની આખરી ગાઈડલાઈન્સ જાહેર કરશે. તેનો ઉદ્દેશ એપીઆઈના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે, એમ સ્થાનિક માધ્યમો જણાવે છે. એમ કહેવાય છે કે આ યોજનાને કારણે આગામી આઠ કરતાં વધુ વર્ષો સુધી રૂા. 6,940 મિલિયન કરોડ (9,13,272 ડોલર)ની નાણાંકીય અસરો જોવા મળશે.
એપીઆઈ ઉદ્યોગની ગ્લોબલ સપ્લાય ચેઇનમાં, ખાસ કરીને ભારત જેવા મોટા આયાતકારો માટે ચીન વિશિષ્ટ ભૂમિકા ભજવે છે. ભારત દર વર્ષે તેના કુલ બલ્ક ડ્રગ્સ અને ઈન્ટરમીડિયેટ્સના 68 ટકા માલ ચીનથી આયાત કરે છે, એમ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો અહેવાલ નોંધે છે.
ચાયના ચેમ્બર ઓફ કોમર્સ ફોર ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ઓફ મેડિસીન્સ એન્ડ હેલ્થ પ્રોડક્ટ્સ (સીસીસીએમ)ના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં કુલ 5.65 અબજ ડોલરનાં એપીઆઈ ભારત નિકાસ કરાયાં હતાં, જે ચીનની તે વર્ષની કુલ નિકાસમાં લગભગ 17 ટકા હિસ્સો ધરાવે છે.
સામાન્ય રીતે આવાં એપીઆઈના ઉત્પાદનમાં હાઈ-એનર્જી માઈક્રોબાયલ ફર્મેન્ટેશન ઉપરાંત પાણી અને વીજળીનો મોટા પાયે ઉપયોગ થાય છે, જેની ભારતમાં હજુ અછત છે.
જો ભારત સરકાર ટેરિફ લાદે તો ભારતીય દવા કંપનીઓએ અન્ય વિકલ્પો શોધવા મજબૂર થવું પડે તેમ છે. પરંતુ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ હજુ પણ એપીઆઈની આયાત માટે ચીન ઉપર મદાર રાખે છે, અન્ય દેશોમાં એપીઆઈ ઉત્પાદનની માત્રા ચીન જેટલી મોટા પાયે નથી. ઉપરાંત, ચીન પાસે ભાવ અને ક્ષમતાની દ્રષ્ટિએ નક્કર લાભ પણ છે, એમ ફાર્માસ્યુટિકલ કંપનીના એક મેનેજરે જણાવ્યું છે.
ભારતનાં ટેકનોલોજી સ્ટાર્ટ-અપ ઉપર અસર
ચીનના બહિષ્કારથી ભારતની સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ ઉપર અસર પડશે, જે ચીનનાં ભંડોળ અને નિષ્ણાતો ઉપર આધાર રાખે છે.
ચીનની કંપનીઓ ભારતનાં સ્ટાર્ટ-અપ સાથે અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહી છે. 75થી વધુ કંપનીઓ ઈ-કોમર્સ અને ફાયનાન્સિયલ ટેકનોલોજી ક્ષેત્રથી માંડીને સોશિયલ મીડિયા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કાર્યરત છે, તેઓ ચીનના રોકાણકારો ધરાવે છે, એમ મુંબઈની થિન્ક-ટૅન્ક ગેટવે હાઉસે જણાવ્યું છે.
ભારતનાં ટોચનાં 30 સ્ટાર્ટ-અપ્સમાંથી મોટા ભાગનાં સ્ટાર્ટ-અપ્સ, જેનું મૂલ્ય એક અબજ ડોલર કરતાં વધુ છે, તેમાં ચીનની કંપનીઓનાં રોકાણ છે, એમ થિન્ક-ટૅન્ક જણાવે છે.
રોકાણો ચીનની બે ડઝન જેટલી ટેકનોલોજી કંપનીઓ અને ફંડ્ઝે કર્યાં છે, જેમાં અલીબાબા, બાઈટડાન્સ અને ટેન્સેન્ટ જેવી ચીનની માતબર ટેક કંપનીઓ સામેલ છે. ચીનની આ કંપનીઓએ ભારતના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ, શૈક્ષણિક ઍપ બાયજુસ, ભારતીય હોટેલ ચેઇન ઓયો અને મુસાફરી માટે વાહન ભાડેથી પૂરું પાડતું કંપની ઓલા જેવી ટોચની 92 જેટલી ભારતીય સ્ટાર્ટ અપ કંપનીઓમાં રોકાણ કર્યાં છે.
પેટીએમનું ઉદાહરણ લઈએ તો, ચીનની કંપની અલીબાબાની ફાયનાન્સિયલ કંપની એન્ટ ફાયનાન્સિયલનું નાણાંકીય પીઠબળ ધરાવતી પેટીએમ, ભારતમાં ડિજિટલ પેમેન્ટ સેક્ટરની સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી કંપની છે. એન્ટ ફાયનાન્સિયલ આ ભારતીય કંપનીમાં 29.71 ટકા હિસ્સા સાથે સૌથી મોટી શૅરહોલ્ડર છે.
માર્ચ, 2015માં એન્ટ ફાયનાન્સિયલે પેટીએમ સાથે એક વ્યૂહાત્મક સમજૂતીના ભાગરૂપે 40 ટકા હિસ્સો ખરીદ્યા પછી પેટીએમને અલીબાબા પાસેથી મોટા પાયે મૂડી ભંડોળ મળ્યું હતું.
બાઈટડાન્સની માલિકીનું શોર્ટ-વિડિયો પ્લેટફોર્મ ટિક-ટૉકે ભારતમાં 20 કરોડ સબ્સ્ક્રાઈબર્સ સાથે યુટ્યુબને હંફાવી હતી.