એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના જાટલાન વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોધાયું હતું. આ જગ્યા લાહોરથી લગભગ 173 કિમી દૂર છે. પંજાબના અમૃતસર, લુધિયાણા, ચંડીગઢ, ગુરદાસપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તે જ સમયે હરિયાણાના ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને મેરઠમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. પાકિસ્તાનની નજીક હોવાથી ભૂકંપની અસર જમ્મુ-કાશ્મીરમાં વધુ અનુભવાઈ છે.
ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો તેમની ઓફિસો અને મકાનોની બહાર નીકળી ગયા હતાં. દિલ્હી ઉપરાંત કાશ્મીર, પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને હિમાચલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂકંપના આચકા 4 કલાક અને 35 મિનટે અનુભવાયા હતાં. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. જેનું કેન્દ્ર પાકિસ્તાનના લાહોરથી 173 કિ.મી. ઉત્તર પશ્ચિમ દિશામાં નોધાઇ રહ્યું છે. હાલ કોઇ પ્રકારના જાન હાનીના સમાચાર સામે આવ્યા નથી.
સૌથી વધુ ભૂકંપની અસર પાકિસ્તાનમાં થઇ છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, POKમાં આશરે 100 લોકો ઘાયલ થયા છે. જેના પગલે મહિલા અને બાળકોને મીરપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.